છોટાઉદેપુર : બોડેલી તાલુકાના ઉચાપાન ગામે દેશી તથા ઈંગ્લીશ દારૂનો ખુલ્લેઆમ બેફામ ધંધો ચાલતો હોવાની લોકબૂમ

છોટાઉદેપુર, સકિલ બલોચ :-

બોડેલી તાલુકાના ઉચાપાન ગામે દારૂનો ધંધો કોના ઇસારે અને કોની રહેમ નજર હેઠળ ચાલતો હોવાના લોકોમાં અનેક પ્રશ્નો…

હદ તો એ કહેવાય કે ગાંધીના ગુજરાતમાં નાના નાના બાળકો પાસે કરાવાય છે દારૂનો વેપાર..

બોડેલી તાલુકાના ઉચાપાન ગામ ખાતે બી.એસ.એન.એલ ટાવર પાસે બાળકો પાસે દારૂનો વેપાર કરાવવામાં આવતો જોવા મળી રહ્યો છે, દેશી તથા વિદેશી દારૂનો વેપાર ખુલ્લેઆમ થતો જોવા મળી રહ્યો છે. તો શુ જવાબદાર તંત્રને ખરે ખર આ કાળા કારોબારની ખબર નહીં હોય..!!? બી.એસ.એન.એલ ટાવર પાસે સવિતાબેન સલાટ, દિનેશભાઈ સલાટ ,તથા અનિલ સલાટ દારૂના ધંધા તથા અનેક ગુનાહિત કાર્યો કરતાં અવાર નવાર પકડાય છે ત્યારે પોલીસ ખાતાની કામગીરી ઉપર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અવાર નવાર પોલીસ પણ આવતી હોવા છતાં દારૂનો વેપાર કરવા વાળાઑને કોઈ ફરક પડતો નથી અને હવે તો હદ એ થઈ ગઈ કે જે બાળકોના હાથમાં પુસ્તક હોવું જોઈએ એવા બાળકો પાસે દારૂનો વેપાર કરાવવામાં આવી રહ્યો છે અને બાળકોને ગેરકાયદેસર કામો કરવી ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે ઘણી વાર પોલીસના આવતા પહેલા દારૂનો જથ્થો સગેવગે કરી દેવામાં આવતો હોય છે તો આ પ્રકારના વેપાર કોના સંરક્ષણ હેઠળ થાય છે એ તપાસનો વિષય છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here