છોટાઉદેપુર નગર સહીત જિલ્લામાં ધોધમાર વરસાદ થતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગર સહીત જિલ્લામાં ગત રાત્રીથી ભારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે. જિલ્લાના પાવીજેતપુર ખાતે અતિભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન ખોરવાઈ ગયું હતું.
જયારે છોટાઉદેપુર નગરમાં પણ ઘણી જગ્યાએ પાણી ભરાતા વાહનચલકો ને મુશ્કેલી પડી હતી જયારે નગરના જનરલ હોસ્પીટલ પાસે પાણીના ખાબોચિયા ભરાઈ જતા વાહચાલકો અટવાઈ ગયા હતા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ પાસે ભરાતા પાણીનો નિકાલ નાની તળાવડીમાં થાય તેવી પ્રજાની માંગ ઉઠી છે સાથે સાથે પાવરહાઉસ ચાર રસ્તા પાસે પાણી ભરાઈ ગયું છે તળાવની ચાલતી કામગીરીને કારણે માણેક ચોકડી ઉપર પાણી ભરાયા હતા જેનો નિકાલ કરવો પાલિકા એ આવશ્યક બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here