છોટાઉદેપુર, સકીલ બલોચ :-
છોટાઉદેપુર તાલુકાના ખજુરીયા ગામ પાસે આવેલ આરટીઓ કચેરી ની નજીક એક ચા નાસ્તાની દુકાન આવેલી છે જ્યાં અચાનક ગેસ સિલિન્ડર ફાડતા ચા નાસ્તાની દુકાન ભળીને ખાખ થઈ ગઈ હતી અચાનક ગેસ સિલિન્ડર ફાડતા ધમાકો થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને અચાનક આગ ભબુકતા દોડધામ મચી ગઈ હતી. સદર ઘટના બાબતે ફાયર વિભાગના યુવરાજસિંહ ગોહિલ ની ટીમ ઘટના સ્થળે પોહચી ગઈ હતી. અને આગ બુઝાવી દેવામાં આવી હતી.
છોટાઉદેપુર તાલુકાના ખજૂરીયા ગામે આર ટી ઓ ઓફીસ નજીક આવેલ જગદીશભાઈ મણિયાભાઈ રાઠવાની ચા નાસ્તાની દુકાનમાં નાસ્તો બનાવવા ગેસ શરૂ કરતાં આજરોજ તા 21 ના 3:50 કલાકે અચાનક આગ લાગી હતી. જેમાં સમગ્ર સમાન બળીને ખાખ થઈ ગયો હતો બનેલ બનાવમાં જગદીશભાઇ પત્ની વર્ષાબેન રાઠવાનો હાથમાં ઇજાઓ થઈ હતી. જેઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ બનતા રસ્તા ઉપર દોડધામ મચી ગઇ હતી. બનેલ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ. દુકાન માલિકને રૂ 25 હજારનું નુકસાન થયું છે. જ્યારે ફાયર ફાયટર દ્વારા સંપૂર્ણ આગ બુઝાવી દેતા સર્વે એ હાશકારો અનુભવ્યો હતો.