છોટા ઉદેપુર જિલ્લાના રોજકુવા ગ્રામ પંચાયતમાં પંચાયત ધારા વિરુદ્ધ કરવામાં આવેલ ગૌચર જમીનના ઠરાવ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાતા ખળભળાટ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટા ઉદેપુર તાલુકામા ગ્રામ પંચાયતો માં ઘણી બઘી પોલંપોલ ચાલી રહી છે. તેનુ એક ઉદાહરણ સામે આવ્યું છે. છોટા ઉદેપુર તાલુકા ની રોજકૂવા ગ્રામ પંચાયત માં અગાઉ ના સમય માં સરપંચ અને તલાટી દ્વારા પંચાયત ધારા વિરુદ્ધ ગેરકાયદેસર ગૌચર ની જમીન નો ઠરાવ કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ ગામલોકો કરી રહ્યા છે. જે અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો છે.

છોટા ઉદેપુર તાલુકા ના રોજકુવાં ગ્રામ પંચાયત માં તલાટી અને અગાઉ ના સરપંચ એમ બન્ને વ્યક્તિ ઓએ તા.૧૭-૧૨-૨૦૨૦ નો ઠરાવ સર્વે નંબર ૨૬૯ (જુ. સ. ન.૩૨) પૈકી ક્ષેત્રફળ ૩૦-૩૯-૮૪ ગૌચર જમીન પાણી પુરવઠા વિભાગ નો કરેલ છે. જેમાં પાણી ની ટાંકી બાબત નો પ્રોજેકટ હોય અને બાંધકામ કરવામાં આવતું હોય જેમાં ગ્રામ સભા કે પંચાયત ના સભ્યો ની જાણ બહાર સદર ઠરાવ ગેરકાયદેસર કર્યો હોય તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. જેની રજૂઆત ઉચ્ચ કક્ષા એ કરતાં ખડ ભડાટ મચી ગયો છે. સદર બાબતે ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરતા તંત્ર હરકત માં આવી ગયું હતું. અને જીલ્લા કલેકટરે ઉચ્ચ અધિકારીઓ ને રૂબરૂ સ્થળ મુલાકાત કરવાની સૂચના આપી હતી. જે બાબતે મામલતદાર કચેરી તથા બાંધકામ વિભાગના અધિકારીઓ એ ગ્રામજનો ની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન ગેરકાયદેસર ઠરાવ રદ કરવો અને બાંધકામ બંધ કરવું તેવી ગ્રામજનોએ માંગ કરી હતી. તથા રસ્તામાં અવરજવર બાબતે મૂશ્કેલી પડે તથા પ્રોજેકટ બાંધકામ ની પુર્વ દિશામાં જાહેર હિત માટે તળાવ આવેલ છે જેમાં પશુઓને પીવાના પાણી માટે મૂશ્કેલી પડે તેમ છે. તથા પશ્ચિમે ધોરણ ૧ થી ૧૦ ની આશ્રમ શાળા આવેલ છે. જે માં પણ વિધાર્થી ઓને મૂશ્કેલી પડે તેમ છે. જેથી વગર પરમિશન થી માત્ર ખોટા ઠરાવ ના આધારે તંત્ર એ કોઈપણ હુકમ કે નોટીફિકેશન વગર ૪૦ ટકા જેટલું કામ કરી ભ્રષ્ટ્રાચાર આચરેલ છે. તેવી પણ અરજી ઊચ્ચ કક્ષા એ કરવામાં આવી હતી.

બાંધકામ વિભાગ ના અઘિકારીઓ દ્વારા ઉચ્ચ કક્ષા એ વજનની ગોઠવણ કરી ઠરાવ મંજુર કરાવી દઈશું તેવું ગામલોકોને જણાવી રહ્યા છે. જેથી ખોટા ઠરાવ કરી ને દેખીતો ભ્રષ્ટ્રાચાર કરવામાં આવ્યો છે. તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. ખોટા ઠરાવ ઉપર કોઈપણ પ્રકાર ની કામગિરી ન કરવામાં આવે તેવી ગ્રામજનો ની માગણી છે. અને જો કામગીરી કરવામાં આવશે તો ન્યાયપાલિકા ના દરવાજા ખખડાવવા અને જન આંદોલન કરવાની તૈયારી બતાવી રહ્યા છે. જેની તમામ જવાબદારીઓ સરકાર ની રહેશે તથા ભ્રષ્ટ અધિકારીઓ ની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

સદર ચાલતી કામગીરી બાબતે રોજકુંવા ના રહીશ અને અરજદાર રમેશભાઇ નાનકા ભાઇ રાઠવા જણાવે છેકે અમારા ગામમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા જે બાંધકામ થઈ રહ્યુ છે. તેમાં અમોને કોઇ વિશ્વાસમાં લીધા નથી. અગાઉ ના સરપંચ અને તલાટી એ ગેરકાયદેસર ઠરાવ કરી પ્રોજેકટ મંજુર કરાવી દીધો છે. તેનાથી ગામલોકો ને ભવિષ્ય માં ભારે તકલીફ પડશે. ખોટા ઠરાવ ના આધારે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે જે યોગ્ય નથી. જે અંગે કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here