છોટાઉદેપુર : બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા કબ્રસ્તાનની સંરક્ષણ દિવાલ બનાવવા ભાજપાના કાર્તિક શાહને રજૂઆત કરાતા ખાત્રી આપી સમાજમાં ખુશી જોવા મળી

છોટા ઉદેપુર આરીફ પઠાણ :-

બોડેલી હિન્દુ અને મુસ્લિમ સમાજના પવિત્ર અંતિમ ધામ બાજુ બાજુ માં આવેલા છે

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમા મુસ્લિમ સમાજ વધુ વસ્તી ધરાવેછે અને ગેબનશાહ બાબા સાહેબ પીરની દરગાહ શરીફ ની બાજુમાં કબ્રસ્તાન આવેલુ છે. અને આ કબ્રસ્તાન ઓરસંગ નદીના કિનારે આવેલું એકમાત્ર કબ્રસ્તાન છે. તો હાલમાં જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સતત ત્રણ દિવસ વરસાદ વરસી રહ્યો હતો અને ઉપરવાસમાં પણ વધુ પ્રમાણમાં વરસાદ હોવાથી ઓરસંગ નદી બે કાંઠે વહી ને જઈ રહી છે. તો આ ઓરસંગ નદીના વધુ પ્રમાણમાં પાણી ના ધોધ સાથે આ કબ્રસ્તાન ને પણ ભારે ધોવાણ સાથે મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું હોવાથી બોડેલી ના મુસ્લિમ સમાજ એ બોડેલીના સ્થાનિક અને રાજકીય ક્ષેત્રે સારી એવી છાપ ધરાવતા ભાજપા સંગઠન નાબોડેલી તાલુકા પ્રમુખ અને ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ બજાવતા એવા કાર્તિક શાહને બોડેલીના મુસ્લિમ અગ્રણીઓએ રજૂઆત કરતા કાર્તિક શાહ તાત્કાલિક ગ્રાઉન્ડ લેવલ ની સ્થિતિ ને ચકાસી મુસ્લિમ અગ્રણીઓને બાહેધરી આપી હતી કે હું કોઈપણ સંજોગોમાં તમારા આ કબ્રસ્તાનની જે નુકસાન થઈ રહ્યું છે એ યુદ્ધના ધોરણે હું કોઈપણ પ્રકારે બનાવવી આપવા તત્પર છું અને સાથે સાથે આ મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની બાજુમાં હિન્દુ સમાજનું પણ અંતિમ ધામ આવેલું છે. એને પણ ધ્યાનમાં લઈને જે હિન્દુ સમાજના પવિત્ર ધામ ને પણ નુકસાન ન પહોંચે અને એ પણ ધોવાણમાં આવી ના જાય એને લઈને મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજના અગ્રણીઓને સાથે રાખીને સરક્ષણ દિવાલ બનાવી આપવા જણાવતા હિન્દુ અને મુસ્લિમ સમાજમાં ખુશીની લહેર જોવા મળી હતી.
રજુઆત, મુસ્લીમ અગ્રણી અનવર ભાઈ, અનવર ભાઈ મન્સૂરી સાદીક કુરેશી, ઈર્શાદ મુલ્લા અને બોડેલી ના મુસ્લિમ અગ્રણીઓએ રજૂઆત કરતા વહેલી તકે કામ કરી આપવા હૈયાધારણા આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here