છોટાઉદેપુર : જિલ્લા ટ્રાફિક પોલીસ,આરટીઓ અને એસટી વિભાગની ટીમો દ્વારા ખાનગી વાહન ચાલકો સામે કાર્યવાહી કરાતા ખાનગી વાહન ચાલકોમાં ફફડાટ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર એસટી ડેપો મેનેજરે ખાનગી વાહન ચાલકો સામે ઉચ્ચ સ્તરે રજૂઆત કરાતા જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓ એક્શન મોડમાં..

છોટાઉદેપુર એસટી ડેપો મેનેજર દ્વારા એસ. ટી. બસ ડેપોની બહાર ખાનગી ટ્રાવેલ્સ દ્વારા બેફામ રીતે મુસાફરો ભરી લઈ જવા સામે રોષ વ્યક્ત કરી જિલ્લા પોલીસવડા તથા વિભાગીય એસટી નિયામક સહિતના વડાઓ પાસે મદદ માટે દાદ માંગી હતી છોટાઉદેપુર એસટી ડેપો મેનેજરે જણાવ્યું હતું કે એસટી ડેપોના મુખ્ય દ્વાર પાસે ખાનગી ટ્રાવેલ્સ ના ચાલકો દ્વારા વહેલી સવારથી મોડી સાંજ સુધી એસટી ડેપોના મુસાફરોને લઈ જાય છે બસ ડેપોની બહારના વિસ્તારને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવેલ છે જેના જેનો પણ સરેઆમ ભંગ કરવામાં આવે છે છોટાઉદેપુર એસટી ડેપો મેનેજરની ઉચ્ચ સ્તરે કરેલી રજૂઆતના પગલે આજ રોજ તારીખ 19 મી જુન 2023 ને સોમવારે સવારથી છોટાઉદેપુર આરટીઓ વાય ડી ચૌધરી જિલ્લા ટ્રાફિક પોલીસ અધિકારી વી એન્ ચાવડા, સુરક્ષા નીરીક્ષક ડી આર ચૌહાણ એ ટી આઈ મકરાણી વડોદરા વિભાગીય એસ.ટી.વીજીલન્સ ની ટીમે સાથે મળી એસટી ડેપો પાસે નોં પાર્કિંગ ઝોન મા મુસાફરોની હેરાફેરી કરતા પાંચ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા ખાનગી વાહન ચાલકો પોતાના વાહનો સાથે સ્થળ છોડી જતા રહ્યા હતા ખાનગી વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા ખાનગી વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here