જહાજ મંત્રાલયે ક્રૂઝ શિપ માટે પોર્ટ ટેરિફના દરોમાં ૬૦ ટકાથી ૭૦ ટકાનો ઘટાડો કર્યો

ગાંધીનગર,

આ નિર્ણયથી ક્રૂઝ ઉદ્યોગ અને સ્થાનિક ક્રૂઝ પ્રવાસનને કોવિડ-૧૯ રોગચાળાને કારણે માઠી આર્થિક અસરમાંથી બહાર આવવા માટે ટેકો મળશે

જહાજ મંત્રાલયે નદીઓ અને ભારતની દરિયાઈ સરહદોના પાણી પર તરતી ક્રૂઝ શિપ
માટે ટેરિફના દરો તર્કબદ્ધ કર્યા છે. આ દરમાં છૂટછાટથી સીધી અસર પોર્ટ ચાર્જમાં ૬૦ થી
૭૦ ટકાનો ઘટાડો થશે, જેનાથી ભારતમાં ક્રૂઝ ઉદ્યોગને નોંધપાત્ર રાહત મળશે, જે સરકારની
કોવિડ- ૧૯ રોગચાળાની સ્થિતિમાં અર્થતંત્રને ટેકો આપવાની નીતિને સુસંગત છે.
ક્રૂઝ જહાજો માટે તર્કબદ્ધ ટેરિફ દરો નીચે મુજબ છે:
1) ક્રૂઝ શિપ માટે પોર્ટના ચાર્જ પ્રથમ ૧૨ કલાકના રોકાણ માટે હાલનાં દર ૦.૩૫ ડોલરને
બદલે જીઆરટી (ગ્રોસ રજિસ્ટર્ડ ટન) દીઠ ૦.૦૮૫ ડોલર થશે (ફિક્સ્ડ રેટ) અને
પેસેન્જરદીઠ ૫ ડોલર (‘હેડ ટેક્ષ’) થશે. આ સિવાય પોર્ટ બર્થ હાયર, પોર્ટ ડ્યુઝ,
પાયલોટેજ, પેસેન્જર ફી વગેરે જેવા અન્ય કોઈ પણ રેટની વસૂલાત નહીં કરે.
2) ૧૨ કલાકથી વધારે સમય રોકાણ માટે ક્રૂઝ શિપ પર ફિક્સ્ડ ચાર્જીસ એસઓઆર
(શીડ્યુલ ઓફ રેટ્સ) મુજબ બર્થ હાયર ચાર્જીસને સમકક્ષ ચુકવવાને પાત્ર હશે. (ક્રૂઝ
શિપ માટે લાગુ ૪૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે)
3) ઉપરાંત ક્રૂઝ શિપને
A. દર વર્ષે ૧-૫૦ કોલ સુધી ૧૦ ટકા રિબેટ મળશે.
B. દર વર્ષે ૫૧-૧૦૦ કોલ માટે ૨૦ ટકા રિબેટ મળશે.
C. દર વર્ષે ૧૦૦થી વધારે કોલ માટે ૩૦ ટકા રિબેટ મળશે.
ઉપરોક્ત તર્કબદ્ધ કરવેરા એક વર્ષના ગાળા માટે તાત્કાલિક અસરથી લાગુ થશે.

કોવિડ-૧૯ રોગચાળાને કારણે ક્રૂઝ શિપિંગ વ્યવસાયને અતિ માઠી અસર થઈ છે. આ
વ્યવસાય કે ઉદ્યોગને ટેકો આપવા માટે તથા ક્રૂઝ શિપિંગ અને પ્રવાસનની વૃદ્ધિ માટે સરકાર
ઉચિત નીતિગત વાતાવરણ અને માળખાગત સુવિધા પ્રદાન કરી રહી છે. વર્ષ ૨૦૧૪થી અત્યાર
સુધી જહાજ મંત્રાલય દ્વારા નીતિગત ટેકો મળવાને કારણે ભારતમાં ક્રૂઝ શિપના કોલની સંખ્યા
વર્ષ ૨૦૧૫-૧૬માં ૧૨૮ થી વધીને વર્ષ ૨૦૧૯-૨૦માં ૫૯૩ થઈ હતી. હવે ટેરિફ દરને
તર્કબદ્ધ કરવાથી ભારતીય બંદરો પર ક્રૂઝ કોલ સંપૂર્ણપણે બંધ નહીં થાય એવી સુનિશ્ચિતતા
કરવામાં મદદ મળશે.

કેન્દ્રીય જહાજ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને દરિયા અને નદી એમ બંનેના ક્રૂઝ માટે આંતરરાષ્ટ્રીય
ક્રૂઝ બજારના નકશા પર મૂકવાનું સ્વપ્ન સેવ્યું છે, જેને સાકાર કરવા જહાજ મંત્રાલયે હાથ
ધરેલા પ્રયાસોના પરિણામ સ્વરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ
નિર્ણયથી ભારતમાં ક્રૂઝ ટૂરિઝમને મોટો ટેકો મળશે, જેને કોવિડ-૧૯ રોગચાળાની અતિ માઠી
આર્થિક અસર થઈ છે અને મોટું નુકસાન થયું છે. ક્રૂઝ ટૂરિઝમ વિદેશી હૂંડિયામણ સ્વરૂપે મોટી
રકમની કમાણી કરવાની તથા ભારતના ક્રૂઝ પ્રવાસન ક્ષેત્રમાં દરિયાકિનારા પર નોંધપાત્ર
સંખ્યામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીનું સર્જન કરવાની તક પ્રદાન કરશે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here