છોટાઉદેપુર જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફટી દ્રાઈવ યોજાઈ બેફામ વાહન ચાલકો સામે લાલ આંખ

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઊચ્ચ અધિકારીઓની સૂચના ને આધારે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ 6 તાલુકાઓમાં અલગ અલગ વિસ્તારોમાં 2 દિવસથી રોડ સેફટી દ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બેફામ વાહન ચલાવતા વાહન ચાલકો સામે તંત્ર દ્વારા લાલ આંખ બતાવવામાં આવી છે. જેના કારણે લાયસન્સ અને જરૂરી દસ્તાવેજો , સિટબેલ્ટ તથા ઓવર સ્પીડમાં વાહન હાંકનારાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. અને તા 26 અને 27ના રોજ બે દિવસ દરમ્યાન 257 એન સી કેસ વાહનચાલકો સામે પોલીસે કર્યા છે. જ્યારે હવે બેફામ વાહનચાલકોની હવે ખેર નથી.
જિલ્લા ટ્રાફિક દ્વારા સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ રોડ સેફટી દ્રાઈવ યોજાઈ હતી જેમાં જિલ્લા ટ્રાફિક પી એસ આઈ વી એન ચાવડા અને સ્ટાફ દ્વારા વાહન ચેકીંગ અને બેફામ સ્પીડમાં વાહન ચલાવતા ચાલકો સામે તથા લાયસન્સ, હેલ્મેટ, અને અગત્યના દસ્તાવેજો વગર વાહન ચલાવતા ચાલકો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ઇન્ટર સેકટર વાહનનો ઉપયોગ કરી સ્પીડમાં વાહન ચલાવતા હોય તેવા વાહન ચાલક વિરુદ્ધ ઓવર સ્પીડ ના 39 મેમાં આપવામાં આવ્યા હતા. જ્યારે 43 અન્ય કેસ કરવામાં આવ્યા હતા. જ્યારે નસો કરીને વાહન ચલાવતા હોય તેઓ વિરુદ્ધ કલમ એમ બી એક્ટ 185 મુજબ 9 કેસ કરવામાં આવ્યા છે. જ્યારે ઓવર સ્પીડમાં વાહન હંકારતા હોય તેમાં આઈ પી સી કલમ 279 મુજબના 15 કેસ કરવામાં આવ્યા છે. અને જિલ્લામાં કલમ 207 મુજબ 13 વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા. સદર કામગીરી દરમ્યાન હાલમાં 257 એન સી કેસો વાહનચાલકો સામે કરવામાં આવ્યા હતા. તેમ જિલ્લા ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું. જ્યારે રોકડ દંડ 14 હજાર કરવામાં આવ્યો હતો
હાલમાં છોટાઉદેપુર જિલ્લામાં ફૂલ સ્પીડમાં વાહનો હંકારતા હોય તેવા ચાલકો માટે ઇન્ટર સેકટર વાહનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં તથા અન્ય જગ્યાઓ ઉપર બનતા વાહન અકસ્માતના બનાવોને રોકવા તથા તેના ઉપર અંકુશ લાવવા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કમર કસવામાં આવી છે. હાલ રોડ સેફટી દ્રાઈવ ની કામગીરી ચાલુ હોય ટ્રાફિક પોલીસ દ્રારા કડક અમલ હાથ ધરવામાં આવ્યો છે. સદર બાબતે બેફામ ઓવર સ્પીડમાં વાહન ચલાવતા વાહન ચાલકો એ ચેતવું જરૂરી છે. ઇન્ટર સેકટર વાહનનો ઉપયોગ પોલીસ કરશે તો બચી શકાય નહીં જેથી ચેતવું જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here