મહોરમ પર્વ નિમિત્તે છોટા ઉદેપુર નગરમાં ઠેર ઠેર જગ્યાએ કલાત્મક તાજીયાની સ્થાપના કરવામાં આવી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટા ઉદેપુર નગર માં મહોરમ પર્વ નિમિત્તે નાના મોટા થઈને ૨૦૦ જેટલાં કલાત્મક તાજીયા મુસ્લીમ બિરાદરો દ્વારા બનાવવામાં આવે છે. અને અલગ અલગ મહોલ્લા ઓમા તેમની સ્થાપના કરવામાં આવે છે. છેલ્લા બે અઠવાડિયા થી યુવાનો કલાત્મક તાજીયા ની બનાવટ ની કામગીરી માં જોતરાઈ ગયા હતા. અને નગરનાં પંચ ના તાજીયા કસ્બા ચોકડી ઉપર, મકરાણી મોહલ્લા, ચિશ્તીયા મોહલ્લા, જાફરી મહોલ્લા, કાગડી મહોલ્લા, નીઝામી મોહલ્લા, વણજારા ફળીયા, લીમડા ફળીયા, નુરાની મહોલ્લા, પાંજરાપોળ, એકતા નગર, કાદરિયા ચોક, સિંધી ટાઉન, નજરબાગ વિસ્તારોમા વિવિઘ તાજીયા ની સ્થાપના કરવામાં આવી છે. ધાર્મિક વિધી અને ભારે શ્રદ્ધા પૂર્વક મહોરમ પર્વ ઉજવવા માં આવી રહયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here