છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મથકે નવીન કોર્ટ બિલ્ડીંગની બહારની જગ્યા કોર્ટને ફાળવવા માંગ… બાર એસોસિએશન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી કરી રજુઆત…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા મથકે નવીન કોર્ટ નું ભવ્ય બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે જે ની બહારની જગ્યા કોર્ટને ફાળવવા આવે જે બાબતે આજરોજ બોડેલી બાર એસોસિએશન દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરકચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
આપેલ આવેદન પત્રમાં બાર એસોસિએશન દ્વારા જણાવ્યું છે કે બોડેલી મુકામે નવીન કોર્ટ બિલ્ડીંગ નું બાંધકામ થયેલ છે. જે હવે કાર્યરત થવા જઈ રહ્યું છે. સદર કોર્ટ બિલ્ડીંગની આજુબાજુ આવેલ એક મકાન છે જે તાલુકા પંચાયત બોડેલી હસ્તકનું મકાન છે જે બિન ઉપયોગી ખંડેર હાલતમાં છે અને ગમે ત્યારે જમીન દોષ થઈ જવાની સ્થિતિમાં છે. બોડેલી મુકામે આવેલ નવીન કોડ બિલ્ડીંગ છોટાઉદેપુર જિલ્લાના મોટા વેપારીઓ મથકની આ મોટી ભૌગોલિક વિસ્તાર વાળી વસ્તી ધરાવતા વિસ્તારની મોટી કોર્ટ છે. જેમાં હાલ એક નામદાર એડીશનલ સેસન્સ કોર્ટ, તથા સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટ તથા જે.એમ એફ સી સાહેબની કોર્ટ કાર્યરત છે નજીકના ભવિષ્યમાં ન્યાય થી વંચિત લોકો ન્યાય માંગવા માટે વધુમાં વધુ પ્રશ્નો લઈને આવે છે અને આવશે.
નવીન કોર્ટ બિલ્ડિંગ માટે ફાળવવામાં આવેલ જગ્યા ભવિષ્યના કામકાજને ધ્યાને લેતા હાલની જગ્યા ઓછી પડે તેમ છે તથા કોર્ટના આવનાર પક્ષકારો વકીલ મિડીએશન સેન્ટરમાં આવતા પક્ષકારો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા અવારનવાર કરવામાં આવતા કાનૂની શિક્ષણ શિબિર માં આવતા લોકો વગેરે પ્રશ્નો ઘણા બધા લોકો આ નવીન કોર્ટ બિલ્ડિંગમાં આવતા થશે .તેવા સંજોગોમાં હાલની પર બિલ્ડીંગ વાળી જગ્યા અપર્યાપ્ત જગ્યા છે જેથી સદર જગ્યાની ફાળવણીથી કોર્ટમાં આવતા પક્ષકારોને વધુ સગવડતા અને સુવિધા મળે તેમ છે જેથી સદર બોડેલી તાલુકા પંચાયત કચેરી હસ્તકનું મકાન કોઈપણ મોટી દુર્ઘટના થાય કોઈ અપમૃત્યુના કિસ્સા બને તે પહેલા આ બિલ્ડીંગ જમીનદોસ્ત કરી ખુલ્લી જગ્યા બોડેલી ન્યાય મંદિર કોર્ટ માટે ફાળવવા માટે આપેલ આવેદનપત્રમાં માંગ કરી છે અને ઉપરોક્ત રજૂઆતને ધ્યાને લઈ બોડેલી ન્યાય મંદિર ના બાજુમાં આવેલ તાલુકા પંચાયત બોડેલી હસ્તકનું જર્જરીત એક મકાનને જમીન દોસ્ત કરી ખુલ્લી જગ્યા બોડેલી કોર્ટ બિલ્ડીંગ ને ફાળવવા આદેશ કરવા આવેદનપત્રમાં વિનંતી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here