છેલ્લાં 17 વર્ષોથી યાત્રાધામ શિરડીની પગપાળા યાત્રાની પરંપરા જાડવતું નર્મદા જીલ્લાનુ નાનકડું ગોપાલપરા ગામ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ગોપાળપુરા થી શિરડી ની 400 કી. મી. ની પદયાત્રા 16 વર્ષ પહેલાં રાજેન્દ્રસિંહ જોરાવરસિંહ ગોહિલે સ્વામી પૂર્ણાનંદ ( ગુવાર આશ્રમ ) નાં આશીર્વાદ થી શરૂ કરેલ

ગોપાલપુરા ગામના રહીશો ધ્વરા છેલ્લા 17 વર્ષ થી ગોપાલપુરા ગામથી શિરડી પદયાત્રા દર વર્ષે યોજાય છે જેમાં ગામના ભાવિક ભક્તો તેમજ તેમના સગા સંબંધીઓ જોડાય ને જઈ રહિયા છે, અને એક અનેરો આનંદ અને ગૌરવની લાગણી અનુભવવાની સાથે આધ્યાત્મિકતા ને અનુસરી રહ્યા છે.

ગોપાલપુરા થી 400 કીમી ની શિરડી ની પદયાત્રા 16 વર્ષ પહેલા રાજેદ્રસિંહ જોરાવરસિંહ ગોહિલનાઓએ સ્વામી પૂર્ણાનંદ( તપોવન આશ્રમ) ગુવારના આશીર્વાદ થી ચાલુ કરવામાં આવેલ હતી. જેમાં ભક્તજનો માં માતાઓ, બહેનો , દાદા, દાદીઓ પણ જોડાતા આવેલ આમ ગામના તમામ લોકોએ આ પદયાત્રામાં 16 વર્ષ દરમ્યાન જોડાય ચૂકેલ છે.

11 દિવસની પદયાત્રા દરમ્યાન સવારે આરતી કરી ભક્તજનો ભજનકીર્તન કરી પાલકી લઈને રાત્રી રોકાણ સ્થળે ભજન કરી આરતી કરી પ્રસાદ લેતા હોય છે.. અને ખુબ જ ભક્તિભાવ નું વાતાવરણ બનાવેલ છે જેમાંથી કેટલા ભકતોએ પોતાનું મનગમતું વ્યશન ની પણ મુક્તિ કરેલ છે…
છેલ્લા 3/4 વર્ષ થી કોરોનાકાળ ને કારણે ગામના યુવાનોએ આ બીડું જડપેલ છે અને આ અખંડ પદયાત્રા ને ચાલુ રાખેલ છે આ વર્ષે પણ કોરોના ના કારણે 10 યુવાનો અને તેમની સાથે બીજા 5 યુવાનો સેવા માટે સાથે રહીને નીકળેલ છે…
અને આ ગામજનો ની ભકતી અવિરત ચાલતી રહે તે માટે ગામજનો તેમજ સમાજ ના સમસ્ત વકીલો તરફથી આજરોજ આશીર્વાદ આપી આ પદયાત્રા ને વિદાય કરેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here