છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગામે હઝરત જમીયલશા દાતાર ર.અ.નો ૩૮ મો ઉર્ષ ઉજવાયો

“હઝરત જમીયલશા દાતાર ર.અ. નો પ્રથમ ઉર્ષ તા.૧૫/૦૫/૧૯૮૫ ના રોજ ઉજવાયો હતો”

“આ આસ્તાનાની સંગે બુનીયાદ હઝરત કુતબે આલમના ઘરાના ના હઝરત અલીરઝા બાવા સાહેબ ના હસ્તે કરવામા આવી હતી”

છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગામે હઝરત જમીયલશા દાતાર ર.અ. નો ૩૮ મો ઉર્ષ મનાવવામા આવ્યો. આમ તો તેજગઢ ગામ એ એક નાનકડુ ગામ છે અને એ ગામમાં કેટલીક દરગાહ શરીફ આવેલી છે જેમાં આજરોજ હજરત જમીયલશા દાતાર ર.અ. નો ઉર્ષ મનાવવામા આવ્યો છે.જેમા ગ્રામજનો અને આજુબાજુ ના ગામ લોકો ઉત્સાહભેર આ ઉર્ષ મા જોડાયા હતા અને પોતાની મન ની મુરાદો માંગી હતી જેમા આ ઉર્ષની શરૂઆત તા.૧૫/૦૫/૧૯૮૫ ના રોજ થી કરવામા આવી હતી જેની સંગેબુનીયાદ અલીરઝા બાવા સાહેબે કરી હતી અને મહત્વની બાબત એ છે કે જ્યારથી ઉર્ષ મનાવવાની શરૂઆત કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી ઉર્સ મનાવવામાં આવે છે અને મનાવવામાં આવશે કારણ કે આ મઝાર શરીફ માં લોકોની આસ્થા રહેલી છે અને તેજગઢ મુકામે હઝરત જમીયલશા દાતાર ર.અ. નો સંદલ શરીફ ગોહિલ ફકીર મહંમદ હાજી ગુલામ મહંમદ ના ઘરેથી લઈ જવામા આવેછે જે ગ્રામજનો પાસે ફાળો કરી કરવામા આવેછે અને ગ્રામજનો દ્રારા ફુલ નહી તો ફુલની પાંખડી આપી આ કાર્યક્રમ માટે લોકો દાન આપેછે અને કમીટીની મહેનત થી આ કાર્યક્રમ થાય છે અને તમામ ગ્રામજનો ના સહયોગથી ઉર્ષ મનાવવામાં આવે છે અને આ ઉર્ષ મનાવવા માટે આજુબાજુના ગામથી પણ લોકો આવતા હોય છે લોકો આ મઝાર પર શ્રદ્ધા રાખે છે અને પોતાની દિલી મુરાદો પૂરી કરે છે આ મઝાર પર લોકોની આસ્થા રહેલી છે જેમાં લોકો ભેગા મળી આ કાર્યક્રમ ઉજવે છે અને આ કાર્યક્રમમા નિયાઝ નુ આયોજન ખીચડો બનાવી કરવામાં આવે છે જે ઈકબાલભાઈ ભીખાભાઈ શેખ તરફ થી રાખવામા આવેછે. અને ઉર્ષનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ શ્રદ્ધાળુઓને નિયાઝ તકસિમ કરવામાં આવે છે અને આ રીતે ઉર્ષ તેજગઢ ખાતે મનાવવામાં આવે છે જેમાં લોકો ઉત્સાહ સાથે હાજર રહી પોતાની મુરાદો પૂરી કરે છે આ વર્ષે પણ કમિટીના સભ્ય શેખ નિઝામુદ્દીન ભાઈ તથા તેજગઢ મસ્જિદના પેશ ઈમામ સાહબ તથા મુસ્લિમ સમાજના પ્રમુખ તથા ઉપપ્રમુખ તથા સમગ્ર ગ્રામજનો આ કાર્યક્રમમા ઉપસ્થિત રહી હઝરત જમીયલશા દાતાર ર.અ.ના ઉર્ષ ના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here