છોટાઉદેપુર : સમાન સિવિલ કોડને લઈ રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવાનો વિરોધ… લો કમિશન ઓફ ઇન્ડિયાને પત્ર લખી વિરોધ નોંધાવ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ : 

સમગ્ર દેશમાં આવનારી લોકસભામાં સમાન સિવિલ કોડ ની ચર્ચા ચાલી રહી છે. જે અંગે વિરોધ નોંધાવી રહયા છે. સાથે આદીવાસી પંથક ના વરિષ્ઠ નેતા અને આગેવાન રાજ્ય સભા સાંસદ અને પુર્વ રેલ રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા એ પણ લો કમીશન ઓફ ઇન્ડિયા ન્યુ દિલ્હી ને તથા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તથા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખારગેને પત્ર લખી UCC બિલ નો વિરોધ નોંધાવ્યો હતો. અને ભારત દેશ માં અનેક ધર્મો ને માનતા લોકો રહે છે. તેમાંથી કયા ધર્મ વાળા લોકો એ સમાન સીવીલ કોડ( સમાન નાગરિક ધારા)ની માંગણી કરી છે ? તેમ પ્રશ્ન પણ કર્યો છે. તાજેતર માં છોટા ઉદેપુર ખાતે આદીવાસી સમાજ દ્વારા જીલ્લા કલેકટર ને આવેદન આપીને પણ સમાન સીવીલ કોડ નો વીરોધ નોધાવ્યો હતો.
લખેલ પત્ર માં રાજ્ય સભા સાંસદ નારણભાઈ રાઠવા એ ઘણાં પ્રશ્નો કર્યા છે. તેમાં જણાવ્યુ છે કે સમાન સિવિલ કોડ કાયદા થી SC, ST,OBC તથા માયનોરિટી જેવી જ્ઞાતિ ઓને હાલના ભારત ના બંધારણમાં કાયદો બનાવી આરક્ષણ આપવામા આવ્યું છે જે નાબૂદ થઇ જશે. ભારત ને આઝાદી મળ્યાં બાદ બંધારણ ની રચના કરવામાં આવી ત્યારે અનેક પ્રકારના અભિપ્રાયો લીધા બાદ જ બંધારણ બનાવેલ હતું. જ્યારે આવનારાં દિવસોમાં સમાન સિવિલ કોડ (સમાન નાગરિક ધારા) UCC બનવા જઈ રહ્યો છે. ત્યારે કેટલા સમાજ ની, કેટલા ધર્મ ની, કેટલા નાતજાત ની અને કેટલા ભારત દેશના વિવિધ સમાજનાં સંગઠનો અને કાયદા ના નિષ્ણાતો સાથે ચર્ચા કરી છે? તે અમારો સમાજ માટે મોટો પ્રશ્ન છે.
આદીવાસી, દલિત, બક્ષીપંચ, લઘુમતિ ને બંધારણ માં જે જોગવાઈ ઓ કરેલી છે તે પ્રમાણે બંધારણ ની માન મર્યાદા અને અનેક સમાજ ના લોકો પૂર્વજો થી ચાલતી આવતી રૂઢિ અને સંસ્કૃતિ પ્રમાણે જળ, જમીન અને જંગલ ના ડુંગરાળ વિસ્તારમાં લોકો જીવન જીવી રહ્યા છે અને આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણી કરી રહ્યા છે. તેવા સંજોગોમાં સમાન સિવિલ કોડ શા માંટે લાવવામાં આવી રહ્યો છે. તે પણ ભારત સરકાર ને રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવા એ ભારે દુઃખ સાથે પ્રશ્ન કર્યો છે. અને રજૂઆત કરી છે.
વધુ માં રાજ્ય સભા ના સાંસદ જણાવે છેકે સમાન સીવીલ કોડ ભારત સરકાર માં લાગુ નહી કરવાં અમારી SC,ST,OBC તથા માયનોરિટી સમાજ ની માંગણી છે. સદર બાબતે ભવિષ્યમાં જો આંદોલન કરવાની ફરજ પડે તો અમો પાછા હટિયે નહી. અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી વીરોધ કરીશું. ભવિષ્ય માં આ કાયદો લાવવાથી ભારત સરકારના બંધારણ માં જે મૂળભૂત અધિકારો અને નાગરિકતા આપેલી છે. તેનો ભંગ થાય છે. જેથી ગુજરાત માં વસતા આદીવાસી આગેવાનો આ બંધારણીય સુધારા બીલ ને અટકાવવા સમાજનાં તમામ પ્રતિષ્ઠિત લોકો સાંસદ, ધારાસભ્યો, જીલ્લા, તાલુકા સભ્યો, સરપંચો અને સામાજિક સંગઠનો ના આગેવાનો પક્ષ – પાર્ટી થી ઉપર ઉઠીને ઉગ્ર રજૂઆત કરી આવા કાળા કાયદાને રોકવા એક મંચ પર આવવાનું આવાહન કર્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here