ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ વ્યક્તિ ધર્મ,જ્ઞાતિ,કોમ આધારિત ઇરાદાપુર્વક ઉશ્કેરણીજનક અફવાઓ અંગે બલ્ક કે ગ્રુપમાં મેસેજ કરવા પર પ્રતિબંધ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ક્રિમીનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી તરફથી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ જુદા-જુદા સાત તબ્બકાઓમાં યોજવાનું તા.૧૬/૦૩/૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી ગુજરાત રાજયમા તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. ચૂંટણી સંદર્ભમાં શાંત વાતાવરણ ડહોળાઈ જાય તેવા બદ ઈરાદાપુર્વક રાજકીય પક્ષો, ઉમેદવારો તેમજ ઉમેદવારોના ચૂંટણી એજન્ટ વિગેરે તેમજ કે કોમ કે, ધર્મ કે, જ્ઞાતિના વચ્ચે જે સદભાવના છે તેને અમુક હેતુ સિધ્ધ કરવા કેટલાક ઇસમો ઉશ્કેરણીજનક એસ.એમ.એસ. (ટુંકા સંદેશ સેવા) મોકલી શાંત વાતાવરણ ડહોળવા પ્રયાસ કરતા હોય તેવી સંભાવના રહેલ હોય ઇરાદાપુર્વક ઉશ્કેરણીજનક અફવાઓ એસ.એમ.એસ. (ટુંકા સંદેશ સેવા) દ્વારા ફેલાવવામાં આવે છે.તેના પરીણામ સ્વરૂપે જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય છે અને ચૂંટણી પ્રક્રિયા ઉપરાંત રોજીંદા જીવન-વ્યવહાર ઉપર પણ તેની વ્યાપક ખોટી અસરો ફેલાય છે. અનુભવના આધારે અને વ્યાપક મળતી માહિતિઓના આધારે એમ પ્રસ્થાપિત થયેલ છે કે કોમી તંગદીલી ફેલાશે કે કાયદો અને વ્યવસ્થા જોખમાવે કે ચૂંટણી પ્રક્રિયાને ખોરંભે પાડે તેવા ખોટા સમાચારો મોબાઈલ ફોનના ગ્રુપ તેમજ વ્યકિતગત એસ.એમ.એસ. (ટુંકા સંદેશ સેવા) દ્વારા પસાર થાય છે અને આવા ખોટા સંદેશા વ્યવહારના લોકોમાં આપ-લે થાય છે. જેના પરીણામ સ્વરૂપે કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહ શાંતિ જોખમાય છે અને અશાંતિનું વાતાવરણ તુર્તજ નિર્માણ પામે છે. મુકત, ન્યાયી તથા તટસ્થ રીતે ચૂંટણી પ્રક્રિયા યોજવા માટે આવી શકયતાઓનું તાત્કાલીક અસરકારક નિવારણ કરવું અતિ આવશ્યક અને અનિવાર્ય બને છે.

આથી ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ,પંચમહાલ,-ગોધરા,પંચમહાલ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૧૬/૦૩/૨૦૨૪ થી તા.૦૬/૦૬/૨૦૨૪ સુધી નીચે જણાવ્યા મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવે છે.

-:કૃત્યો:-

મોબાઈલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે, વોડાફોન-આઈડીયા (વી.આઈ.), બી.એસ.એન.એલ. (સેલ વન), રીલાયન્સ(જીયો), એરટેલ વગેરે જેવી કંપનીઓએ સમગ્ર પંચમહાલ જીલ્લા વિસ્તારમાં ચૂંટણી આદર્શ આચારસંહિતાનો ભંગ થાય તેવા તથા ભારતના ચૂંટણી પંચ ધ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/સુચનાઓનો ભંગ થાય તેવા એસ.એમ.એસ. (ટુંકા સંદેશ સેવા) પ્રસારીત કરશે કે કરવા દેશે નહીં. ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવતા બલ્ક/ગૃપ એસ.એમ.એસ. (ટુંકા સંદેશ સેવા) નો ખર્ચ ઉમેદવાર ખર્ચ રજીસ્ટરમાં નોંધવાનો રેહશે. ચૂંટણી પ્રચાર કે રાજકીય હેતુ માટેના જથ્થાબંધ એસ.એમ.એસ. (ટુંકા સંદેશ સેવા) મતદાન પુર્ણ થવાના ૪૮ કલાક પહેલા પ્રસારીત કરી શકાશે નહી.

આ હુકમનું ઉલ્લંઘન આઈ.પી.સી. કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. તમામને વ્યકિતગત રીતે નોટીસ બજવણી શક્ય ન હોય આથી એકતરફી હુકમ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here