ચાર દિવસથી વધુ સમય વિતવા છતાં મહીસાગર નદીમાં ફેંકી દેવાયેલા વલ્લવપુર ગામના બે વર્ષના માસુમ બાળકનો કોઈ પતો નહીં…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

છેલ્લા ત્રણ દિવસથી પોલીસ અને NDRF ની ટીમ બાળકને શોધખોળ માટે સતત પ્રયત્ન કરી રહી છે

મુખ્ય સૂત્રધાર સહિત ત્રણેય આરોપીઓના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

શહેરા તાલુકાના વલ્લવપુર ગામના પિતા-પુત્રનું અપરહણ કરી હત્યા કરાયાનો મામલો સામે આવ્યા બાદ પિતા ચિરાગની લાશ તો નર્મદા કેનાલમાંથી મળી પરંતુ બે વર્ષના માસુમ બાળક પ્રિન્સને હત્યારાઓ દ્વારા મહીસાગર નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો ત્યાં છેલ્લા ત્રણ દિવસથી શહેરા પોલીસ એન.ડી.આર.એફ.ની ટીમને સાથે રાખી પ્રિન્સને શોધવા માટે સતત પ્રયત્ન કરી રહી છે,જે પૈકી રવિવારના રોજ પણ શહેરા પોલીસ અને એન.ડી.આર.એફ.ની ટિમે ટીમ્બા ગામ પાસે મહીસાગર નદીના પાણીમાં બે વર્ષના પ્રિન્સની શોધખોળ આરંભી હતી,પરંતુ રવિવારે મોડી સાંજ સુધી પણ માસુમ બાળકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. છેલ્લા ૪ દિવસથી વધુ સમય વિતવા છતાં માસુમ બાળકની કોઈ ભાળ ન મળતા પરિવારજનો પ્રિન્સ ક્યાં હશે? તેવી ચિંતામાં મુકાયા છે. જોકે આ હત્યાને અંજામ આપનારા મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓને શહેરા પોલીસે ઝડપી પાડ્યા બાદ તેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here