ગોધરા શહેરના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પાંચ જિલ્લાનાં ભાઈઓની કબડ્ડી સ્પર્ધા યોજાઈ…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

450 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગોધરા શહેરના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, કનેલાવ ખાતે ઝોન કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. હમ ફીટ તો ઈન્ડિયા ફીટ અભિયાન અંતર્ગત યોજાયેલ આ સ્પર્ધામાં જેમાં પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર અને અરવલ્લી એમ કુલ પાંચ જિલ્લાની કબડ્ડી ટીમોના 450 ખેલાડીઓએ ભાગ લીધો હતો. પંચમહાલ જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા તેનું સંચાલન અને મોરાની શ્રી જે.આર.દેસાઈ સ્પોર્ટ્સ સ્કૂલ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 30 સપ્ટેમ્બર અને તા. 01 ઓક્ટોબરના રોજ યોજાયેલ આ સ્પર્ધાઓના ઉદઘાટક અને મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ. કામિનીબેન સોલંકીએ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. ગોધરાના ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીના હસ્તે વિજેતા ટીમોને ઈનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોવિડ-19 પછી પ્રથમવાર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં આ પ્રકારની સ્પર્ધાનું આયોજન થયું છે. અરવલ્લીની ટીમ પ્રથમ ક્રમાંકે, વાઘજીપુર કોલેજ દ્વિતીય ક્રમે અને ગોધરા શહેરની ટીમ તૃતીય ક્રમાંકે રહ્યા હતા, જેમને અનુક્રમે રૂ.5100/-, રૂ.3100/- અને રૂ.2100/-ની રાશિ ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે દાહોદ જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી સરતનભાઈ ચૌહાણ, સિનિયર કોચ-ગોધરાશ્રી પ્રતાપ પસાયા, શ્રી જે.આર.દેસાઈ સ્પોર્ટ્સ સ્કૂલના ટ્રસ્ટીશ્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here