ગોધરા નગરપાલિકા પ્રમુખ અને સભ્યોને સાથે લઈ સિમલા માર્કેટના વહેપારીઓએ પ્રાંત અધિકારીને કરી વિનંતીસહ રજૂઆત

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લાના પાટનગર એવા ગોધરા નગરમાં અમદાવાદ તરફ જતા હાઇવે નજીક સિમલા કબાડી માર્કેટ આવેલ છે, જ્યાં ગોધરા સહિત આજુબાજુના અનેક ગામોના રોજ મજૂરી કામ કરતા લોકો મહેનત મજૂરી કરી પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

આ વિસ્તારમાં કબાડી માર્કેટ સહિત નાના મોટા વાહનોનું રીપેરીંગ કામ કરતા ગેરેજોની સાથે સ્પેરપાર્ટ ની અનેક દુકાનો આવેલ છે. જેથી એવું કહી શકાય કે ગોધરા તાલુકાની રોજ મજૂરી કામ કરતી 20 % થી વધુ પ્રજા માટે આ વિસ્તાર રોજગારીના હબ સમાન છે.

જેને ધ્યાને લઇ આજ રોજ ગોધરા પ્રાંત કચેરી ખાતે નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ સોની અને નગરપાલિકા સભ્યો અને અમદાવાદ હાઈવે ઉપર આવેલ સીમલા કબાડી માકેૅટના વહેપારીઓએ પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરી જણાવ્યું હતું કે હાલ સિમલા રોડ ફરતે જે દબાણની સમસ્યા ઉભી થઇ હતી જેમાં પ્રશાસનની કાર્યપ્રણાલી ને માન આપી દુકાનદારો દ્વારા ૧૫ મીટર સુધી સ્વેચ્છાએ રોડ ખુલ્લો કરવામાં આવશે અને કોઈ પણ જાતનું દબાણ કરવામાં નહીં આવે..તેમજ નગરપાલિકા દ્વારા જે ૬ મીટર જેટલી જગ્યા છોડવાની વાત છે તેના ઉપર ફેર વિચાર કરવામાં આવે… રોડની આજુબાજુ બનાવેલ દુકાનોને રોડના મધ્યબિંદુથી ૨૧ મીટર ઉપર તોડવામાં આવે તો ૨૦૦ થી વધુ દુકાનો પર પેટીયું રડતા ઘર પરિવારો રોડ ઉપર આવી જાય એમ છે અને આત્મનિર્ભરની જગ્યાએ બેરોજગારીના ભરડામાં નિસહાય બની જશે…માટે કરી ૧૫ મીટર ઉપર જ કરાયેલા દબાણો સ્વેચ્છાએ દુર કરવા અને ૧૫ મીટર ઉપર કોઈ પણ દબાણો નહીં કરવાની બાહેધરી અને રજુઆતો કરવામાં આવી હતી અને સાથે સાથે પોલીસ ટ્રાફીક પોઈન્ટ મુકવાની અને ટ્રાફિકને અડચણ રૂપ થતાં વાહણો ઉપર કાયદેસરની કાયૅવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here