ગોધરા તાલુકાની અંબાલી પ્રાથમિક શાળા ખાતે મહિલાલક્ષી વિવિધ કાનૂની જોગવાઈઓ અને અભયમ ટીમની કામગીરી બાબતે માહિતી અપાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ગોધરા તાલુકાની અંબાલી પ્રાથમિક શાળા ખાતે બી.આર.સી અને સી.આર.સી તાલીમ કાર્યક્રમ અંતર્ગત મહિલા અભયમ ટીમના કાઉન્સિલર પારુલબેન અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા શિવાનીબેન દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇન વિશે લોકોને માહિતી અપાઈ હતી.જેમાં મહિલા હેલ્પલાઇન ૧૮૧ અભયમ ટીમની કામગીરી,હિંસા,જાતીય સતામણી,છેડતી,સ્ત્રી ભ્રૂણ હત્યા, મહિલાઓની સુરક્ષા માટે કાનૂની જોગવાઈઓ, સેવા અને સહાયક માળખાઓ,સાયબર ગુનાઓ વગેરે વિષયો પર ઉપસ્થિતોને જાણકારી આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here