“મન કી બાત” માં કોંગ્રેસે લાદેલ ઇમેરજન્નસી ઉપર પી. એમ. ના ચાબખા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ઇમરજન્સી ભારત ના ઈતિહાસ નો કાળો અધ્યાય – વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના મન કી બાત કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે પ્રસારિત થાય છે પણ આ વખતે 25 જૂને છેલ્લો રવિવાર છે અને તે દરમિયાન વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે હશે. એટલા માટે આ વખતે મન કી બાત એક અઠવાડિયા વહેલા આજરોજ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં વડાપ્રધાન મોદી એ દેશ સમક્ષ પોતાનાં મન કી બાત માં કૉંગ્રેસ પાર્ટી એ સ્વ. વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ના શાસનકાળ દરમ્યાન લાદેલ ઇમરજન્નશી ને ભાયાવહ ગણાવી હતી,અને કૉંગ્રેસ પાર્ટી ઉપર આડકતરી રીતે ચાબખા માર્યા હતા.

વડાપ્રધાન મોદીએ પોતાના102 માં મન કી બાત કાર્યક્રમ મા સ્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી એ 25 મી જુન 1975 નાં રોજ દેશ ઉપર લાદેલ ઇમરજન્સી નો ઉલ્લેખ કર્યો હતો,અને તેને ભારત ના ઈતિહાસ નો કાળો અધ્યાય ગણાવી ઇમજનસી દરમ્યાન લોકતંત્ર ના સમર્થકો ને જેલો મા પુરી તેઓને યાતના આપવામા આવી તેનાથી દેશ ની નવી પેઢી અવગત થાય, અને ઇમરજન્સી નો માત્ર ઉલ્લેખ જ ઍક ભય ઉભો કરતો હોય ને 25 મી જુન નો દિવસ દેશ કદાપિ નહી ભુલે નું જણાવ્યુ હતુ.

જમ્મુ કાશ્મીર ના બારામુલ્લા નાં વસીમ અને આબીદ હુસૈન પશુ પાલન કરી દુધ નુ ઉત્પાદન કરી પગભર થયા સારી આવક મેળવી રહયા છે નું જણાવી બારામુલ્લા માં 5.5 લાખ લિટર દૂધ ઉત્પાદન ત્યાંની શ્વેત ક્રાંતિ સમાન હોવાની વાત કરી હતી.

બિપરજોય વાવાઝોડાં માં દેશ ઉપર આવેલ આપત્તિ માં જે તબાહી સર્જાઈ જેનો દેશવાસીઓ એ અડગતાથી સામનો કર્યો તેની પ્રશંસા કરી હતી. ગુજરાત ના કચ્છ જિલ્લા ની વાત કરતાં જણાવ્યું હતુંકે કચ્છ એક વિકસિત જિલ્લાઓમાં નો એક છે ,આ જીલ્લા એ ભૂકંપ અને વાવાઝોડા સામે ઝઝૂમતા અડગ ઉભા રહયા તેની પ્રશંસા કરી હતી. ખેતી ની જમીન ની ફળદ્રુપતા માટે જાપાન ની મિયાવકી ટેકનિક ને અપનાવવા અને જમીન ફ્લદૃપ્તા જાળવી રાખવા ઓન વાત કરી હતી.
મન કી બાત કાર્યક્રમ મા વિશેષ માં વડાપ્રધાને ટી. બી. ના રોગ ની મહામારી ની ચર્ચા કરી હતી,10 લાખ ટી. બી. ના દર્દીઓ ને જન ભાગીદારી થકી ગોદ લેવામાં આવ્યા છે અને સમગ્ર દેશ 2025 સુઘી ટી. બી. મુક્ત બનાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું .
21 મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વડાપ્રધાન દેશ વાસીઓ ને યોગ નો સંદેશ આપવાનું ભુલ્યા નહોતા તેઓએ દેશવાસીઓ ને સંબોધતા જણાવ્યું હતું કે યોગ ને લોકો પોતાના જીવન નો હિસ્સો બનાવે, પોતે અમેરિકા નાં ન્યુયોર્ક ખાતે ના યુનાઈટેડ નેશન્સ નાં મુખ્યાલય ખાતે યોજાનાર યોગા ના કાર્યક્રમ મા ઉપસ્થિત રહેશે ની વાત કરી હતી.
આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા જતાં પહેલાં દેશવાસીઓ ને પોતાના મન ની વાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here