ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો ઓનલાઇન ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

૧૦૦થી રોજગાર ઈચ્છુક ઉમેદવારો ઓનલાઈન જોડાયા

પંચમહાલ જીલ્લા રોજગાર વિનિમય કચેરી જીલ્લાના ઉમેદવારો માટે ગુગલમીટ એપના માધ્યમથી ઓનલાઇન જીલ્લાકક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો, એપ્રન્ટિસશીપ મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી. આ ઓનલાઈન ભરતી મેળામાં હીરો મોટો કોર્પ હાલોલ, એમ.જી.મોટર ઇન્ડિયા લિમીટેડ હાલોલ, સીઆટ ટાયર લિમીટેડ હાલોલ, આર.બી કાર્સ ગોધરા, મારુતિ નેટવર્ક રાજકોટ, એલ.એમ.વિંડ પાવર હાલોલ, સીસેકેમ ફ્લોટ ગ્લાસ-હાલોલ વગેરે નોકરીદાતાઓએ ભાગ લીધો હતો. આ કંપનીઓએ ૫૭૭ જેટલી ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે ધો.૧૦પાસ- ૧૨પાસ, આઈ.ટી.આઈ, ડિપ્લોમા (ઈલેક્ટ્રીક, મિકેનિકલ, ઓટોમોબાઈલ,મેકાટ્રોનિકસ) તેમજ ગ્રેજ્યુએશનની લાયકાત ધરાવતા અનુભવી- બિનઅનુભવી અને ૧૮થી ૩૫ વર્ષની વય ધરાવતા સ્ત્રી- પુરુષ, દિવ્યાંગ ઉમેદવારોને રોજગારીની તકો ઓફર કરી હતી. રસ ધરાવતા ઉમેદવારોને તેમના ઈમેલ આઈ.ડી પર બાયોડેટા મોકલવા અને તેઓના કોન્ટેક્ટ નંબર પર ઈન્ટરવ્યુના સમય-તારીખ આપવા અંગે જાણ કરવામાં આવી છે. ભરતી મેળામાં એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ જોડાવવા માંગતા ઉમેદવારોને એપ્રેન્ટીસ એડવાઈઝર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ ગુનેબો અને પોષક લિમીટેડ, હાલોલ દ્વારા એપ્રેન્ટીસશીપમાં જોડાવવા અંગે તેમજ સ્વરોજગારી કરવા ઈચ્છુક ઉમેદવારોને જીલ્લા ઉધોગ કેન્દ્રની લોન સહાય યોજના અંગે અને બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનની વિના મુલ્યે તાલીમ યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ૧૦૦ વધુ ઈચ્છુક ઉમેદવારોએ ગુગલ મીટ એપમાં જોડાઈને લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here