ગોધરા એલ.સી.બી. પોલીસે ગોન્દ્રા સર્કલ પાસેથી એક ઇસમને ચોરીની મોટર સાયકલ સાથે પકડી પાડી ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.નો મોટર સાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યોઃ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલ્કત સંબધી ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ તે સુચનાના ભાગરૂપે પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને બાતમીદારથી માહીતી મળેલ કે આજથી પાંચેક મહીના અગાઉ ગોધરા કોઠી સ્ટીલ કંપનીના ગેટની બાજુમાં રોડ પાસે પાર્કીંગ કરેલ પેશન પ્રો મોટર સાયકલ નંબર જી.જે .૦૭ સી.જી. ૫૬૧૫ ની ચોરાયેલ છે તે મોટર સાયકલ સલમાન ઇલ્યાસ કાલુ રહે . ગોધરા સીમલા ભામૈયા ચોકડી પાસે ગોધરા નાઓએ ચોરી કરેલ છે અને તે ચોરીની મોટર સાયકલની નંબર પ્લેટ કાઢી નાખી જે નંબર વગરની મોટર સાયકલ લઇને ગોધરા ગોન્દ્રા સર્કલ પાસે ઉભેલ છે તેવી મળેલ બાતમી આધારે શ્રી આઇ.એ.સિસોદીયા પો.સ.ઇ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી , બી . સ્ટાફના માણસોએ ગોધરા સર્કલ પાસે જઈ ખાનગી વોચ રાખી તપાસ કરી બાતમી મુજબના સલમાન ઇલ્યાસ કાલુ નાઓને મોટર સાયકલ સાથે પકડી પાડેલ છે . કબજે કરેલ મુદ્દામાલઃ ( ૧ ) હીરો પેશન પ્રો મોટર સાયકલ કિ.રૂ .૨૦,૦૦૦ / આરોપીઓ કરેલ કબુલાતઃ આ કામે પકડાયેલ આરોપીએ આજથી પાંચેક મહીના અગાઉ ગોધરા કોઠી સ્ટીલ કંપનીના ગેટની બાજુમાં આવેલ રોડ ઉપર પાર્ક કરેલ હતી તે ઉપરોકત મોટર સાયકલની ચોરી કરેલાની કબુલાત કરેલ છે . જે સંબધે તપાસ કરતા નીચે મુજબનો અનડીટેકટ ગુનો ડીટેકટ થયેલ છે . ડીટેકટ થયેલ ગુન્હો : ( ૧ ) ગોધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૨૦૭૦૦૨૨૨૦૧૯૪/૨૦૨૨ ઇ.પી.કો. ૩૭૯ મુજબ પકડાયેલ આરોપી : સલમાન ઇલ્યાસ કાલુ રહે . ગોધરા સીમલા ભામૈયા ચોકડી પાસે ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here