ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ બનાસકાંઠા ના ડીસા તાલુકાના શમશેરપુરા ગામના મહેમાન બન્યા

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

આજે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ બનાસકાંઠા ના ડીસા તાલુકાના શમશેરપુરા ગામના મહેમાન બન્યા હતા.પ્રમુખશ્રી સીઆર પાટીલ રબારી સમાજના સમૂહલગ્નમાં અહીં ભાગ લેવા આવી પહોંચતા રબારી સમાજના ગુજરાત ભરના હાજર આગેવાનો અને સમુહલગ્નમાં હાજર પરિવારોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.અત્રે ગૌરવપૂર્ણ વાત એ પણ છે કે ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દરેક સમાજના સામાજિક પ્રસંગોમાં અચૂક હાજર રહે છે.અને દરેક સમાજના લોકો તેમની સામાજિક સમરસતા પહેલ ને આવકારી બિરદાવે પણ છે.ત્યારે આજે 31 દીકરીઓના સમૂહ લગ્ન સમારોહમાં હાજર રહી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ખર્ચાળ કુરિવાજો તરછોડી, સમૂહલગ્ન માધ્યમથી થયેલ આ પ્રસંગનું આયોજન કરનાર આયોજકોની આ પહેલ ને વધાવી નવદંપતી જોડાઓ ને સુખી લગ્નજીવનના આશીર્વાદ આપ્યા હતા.

ડીસાના સમશેરપુરા ખાતે રબારી સમાજ ના પ્રથમ સમૂહ લગ્નોત્સવ માં 31 નવદંપતિઓ એ પ્રભુતામાં પગલા માંડ્યા

ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ એ પોતાની દીકરી ને સમૂહ લગ્ન માં જોડીને અનોખી પહેલ કરી

રબારી સમાજ ને કુરીવાજો ને તિલાંજલિ આપી શિક્ષણ તરફ આગળ વધવા હાકલ

21 મી સદીમાં દેશભરમાં શિક્ષણનો મહિમા વધી રહ્યો છે ત્યારે રૂઢિચુસ્ત રબારી સમાજ એ પણ સામાજીક કુરીવાજો ને બાજુ પર મુકીને દિકરા દિકરીઓને શિક્ષણ તરફ આગળ વધવા માટે રવિવારે ડીસાના સમશેરપુરા ખાતે યોજાયેલા રબારી સમાજ ના પ્રથમ સમૂહ લગ્નોત્સવ માં સંતો-મહંતો સહિત આગેવાનો એ હાકલ કરી હતી.
રબારી સમાજ માં લગ્ન પાછળ થતાં મસમોટા ખર્ચાઓ પર કાપ મુકવા તેમજ રૂઢિચુસ્ત સમાજ કુરીવાજો ને ભુલી સમૂહ લગ્ન માં જોડાય તે માટે રબારી સમાજ ના આગેવાન, શ્રી એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલ ના 10 વિઘા જમીન ના ભૂમિ દાતા, સમૂહ લગ્ન માં ભોજન અને મંડપ દાતા તેમજ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ એ પોતાની એક ની એક દીકરી ને સમૂહ લગ્ન માં લગ્ન કરાવીને રબારી સમાજ માં એક અનોખી પહેલ કરી છે. ત્યારે રવિવારે રબારી ગોપાલક છાત્રાલય ડીસા સંચાલિત શ્રી એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલ સમશેરપુરા ખાતે રબારી સમાજ નો પ્રથમ સમૂહ લગ્નોત્સવ માં *ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ,* સાંસદ પરબતભાઇ પટેલ, પૂર્વ સાંસદ સાગરભાઈ રાયકા, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી, ભોજન દાતા અને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ, ડીસા ધારાસભ્ય શશીકાંત પંડયા, પૂર્વ મંત્રી રણછોડભાઈ રબારી, કેશાજી ચૌહાણ, હરીભાઈ ચૌધરી, સંસ્થા ના પ્રમુખ રેવાભાઈ દેસાઈ, સહિત આગેવાનો ની ઉપસ્થિતિમાં 31 નવદંપતિઓ એ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસાર ની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે કનીરામ બાપુ, જયરામગીરી બાપુ સહિત સંતો મહંતો એ આશીર્વાદ આપ્યા હતા. રબારી સમાજ દ્વારા સમૂહ લગ્ન માં દાન આપનાર દાતાઓ નું શાલ, પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવ ને સફળ બનાવવા માટે રબારી ગોપાલક છાત્રાલય ડીસાના ટ્રસ્ટીઓ, રબારી સમાજના આગેવાનો અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

માવજીભાઈ દેસાઈ ને પહેલ ને સમાજ કયારેય નહી ભુલે: સીઆર પાટીલ,પ્રદેશ અધ્યક્ષ ભાજપ

ડીસા રબારી સમાજ ના પ્રથમ સમૂહ લગ્ન માં માવજીભાઈ દેસાઈ એ પોતાની ક ની એક દિકરી ને સમૂહ લગ્ન માં જોડીને એક અનોખી પહેલ કરી છે જેને રબારી સમાજ કયારેય નહી ભુલે તેમ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું.

કુરિવાજ અને ખોટા ખર્ચાઓ બંધ થશે

મોઘવારી ના સમયમાં રબારી સમાજ માં લગ્નો પાછળ થતાં મસમોટા ખર્ચાઓ બંધ થાય અને કુરીવાજોને ને નેસ્ત નાબુદ કરવા માટે રબારી સમાજ ના સાથ સહકાર થી સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો અને આગામી સમયમાં પણ દર વર્ષે રબારી સમાજ સમૂહ લગ્ન માં જોડાઈને આ અભિયાન નેઆગળ વધારવામાં આવશે તેમ રબારી સમાજ ના આગેવાન અને ડીસા માર્કેટયાર્ડ ના ચેરમેન માવજીભાઈ દેસાઈ એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here