ગરીબ કલ્યાણ મેળામાં સરકારની વિવિધ યોજનાઓ લાભાર્થીના હાથમાં પહોંચે તે રીતે માઈક્રો પ્લાનિંગ કરવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ કરતા જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીના

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળા અંગે જિલ્લા અધિકારીઓની બેઠક યોજાઈ

આગામી તારીખ 14-15 ઓક્ટોબર 2022 દરમિયાન અરવલ્લી જિલ્લામાં પણ ગરીબ કલ્યાણ મેળાઓ યોજાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા તબક્કાવાર અમલીકરણ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. આજે આ સંદર્ભમાં બેઠકમાં આખરી ઓપ આપવા માટે જિલ્લાના અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.

જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો મોડાસા ઇજનેરી કોલેજ ખાતે યોજાશે અને તેમાં અંદાજે 5 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે અને વિવિધ વિભાગોની અમલી યોજનાઓની સહાય કીટ વિવિધ વિભાગોના સ્ટોલ ઊભા કરવામાં આવશે જેનો લાભ લોકો સરળતાથી લઈ શકે તે પ્રકારનું આયોજન અને અમલવારી કરવા બેઠકમાં જણાવ્યું હતું.

જિલ્લા કલેક્ટરશ્રી એ તાલુકા કક્ષાના અધિકારીઓની સંકલન બેઠક યોજીને જે તે વિભાગમાંથી સ્ટેજ પરના લાભાર્થીને આપવાની કીટ સહાય તથા તેમને મેળાના સ્થળે હાજર રાખવા જણાવ્યું હતું અને જે લોકોની એન્ટ્રીઓ બાકી છે તે ઝડપથી પૂર્ણ કરી લાભાર્થી ઓળખ કરી લે, મળવાપાત્ર સહાય અને કીટ પણ જે તે એજન્સી પાસેથી મંગાવી તેની ગુણવત્તા અંગે ચકાસણી કરી લેવા પણ સૂચના અપાઈ.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કમલ શાહ, જિલ્લા અધિક નિવાસી કલેકટર શ્રી એન.ડી.પરમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રાજેશ કૂચારા અને જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here