ક્ષય વિભાગ દ્વારા બીજા દિવસે પણ યથાવત હડતાલ પર રહેલ કર્મીઓનો સવાલ “ડબલ એન્જિન સરકાર કે બે મોઢાની વાત કરતી સરકાર”

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ગુજરાત આર એન ટી સી પી કર્મચારીઓ દ્વારા સરકાર પર સવાલ “ડબલ એન્જિન સરકાર કે બે મોઢાની વાત કરનાર સરકાર”નો ટોણો મારી ઉગ્ર સવાલો ઉઠાવવામાં આવ્યા

આજરોજ ક્ષય વિભાગ ભાવનગર જિલ્લાના કર્મચારીઓ દ્વારા જિલ્લા પંચાયત ભાવનગર ખાતે એકત્ર થઈ પોતાની પડતર માંગણીઓને લઈ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ક્ષય વિભાગના જી.આર.સી.એસ.યુ ના સંઘ પ્રમુખ હેમાંશુ પંડ્યા એ જણાવ્યું હતું કે ગત.તા.30 ઓગસ્ટ અને 15 સપ્ટેમ્બર 2022 ના રોજ તમામ જવાબદારોને આવેદન પાઠવી પડતર માંગણીઓને લઈ સકારાત્મક ઉકેલ નિર્ણય લાવવા અરજ કરવામાં આવી હતી સાથે સંભવિત હડતાલની પૂર્વ સુચના પણ આપવામાં આવી હતી તદુપરાંત તા. 19/09/2022 ના રોજ જિલ્લા દીઠ એક સભ્ય સહિત કુલ 31 સંઘ સભ્યો ગાંધીનગર જઈ માન્ય રમ્યા મોહન મિશન ડાયરેક્ટર સહિત આરોગ્ય કમિશનર સ્ટેટ ઓફિસર આરોગ્ય અગ્ર સચીવ અને સરકારશ્રીની આંદોલન નિવારણ સમિતિના અધ્યક્ષ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ નાઓને મળવાનો પ્રયત્ન કરેલ હતો પરંતુ મીટીંગ અને અન્ય કાર્યોના બહાના કાઢી મિશન ડાયરેક્ટર આરોગ્ય કમિશનર અને આરોગ્ય મંત્રી પોતાની કચેરીમાં સમય દરમિયાન હાજર ન રહેતા જી.આર.સી.એસ.યુ ના તમામ જિલ્લા પ્રતિનિધિઓ સ્ટેટ ટીંબી ઓફિસર અને આરોગ્ય અગ્ર સચિવ ને મળીને રજૂઆત કરી હતી. જ્યારે ઉક્ત બંને અધિકારીઓએ પોતાની સત્તામાં ન હોવાનું જણાવી મિશન ડાયરેક્ટર તરફ રજૂઆત ફોરવર્ડિંગની નીતિ અપનાવી હતી.
સાથે આરોગ્યના સ્ટેટ ટીંબી ઓફિસર થી માંડી આરોગ્ય અગ્ર સચીવ સુધી જો નિર્ણય લેવાની કે નિર્ણય આપવાની સત્તા ના હોય અને માત્ર ફોરવર્ડિંગ નીતિ અપનાવી અરજદારોને ટલ્લે ચઢાવતા હોય ત્યારે સંવેદનશીલ ત્વરિત નિર્ણયની વાત કરતી સરકાર કે સંવેદનશીલ નિર્બળ ફોરવર્ડિંગમાં રત સરકાર? ના સવાલ સાથે માત્ર ક્ષય વિભાગના નહીં તમામ આંદોલન પર રહેલ કર્મીઓ કહી રહ્યા છે કે આ “ડબલ એન્જિન સરકાર છે કે ડબલ મોઢાની વાત કરનાર સરકાર” છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here