કોટક મહિન્દ્રા બેંકના આસી. મેનેજરને સોલર સોપ નામનું એપ ડાઉનલોડ કરાવી રૂ ૩ લાખની ઠગાઈ

કાલોલ, પંંચમહાલ, મુસ્તુફા મીરઝા :-

કાલોલ માંથી અંદાજિત પાંચથી છ કરોડ રૂપિયા જેટલી ઠગાઈ નો લોકો ભોગ બન્યાની ચર્ચા

ગોધરા તાલુકાના રતનપુર રેલીયા ગામના નવાપુરા ફળિયામાં રહેતા અને કોટક મહિન્દ્રા બેંક કાલોલ માં છેલ્લા બે વર્ષથી આસી મેનેજર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ હસમુખભાઈ રાઠોડ દ્વારા વેજલપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા ૩ માસ પહેલા તેઓને જાણ થઈ હતી કે સોલર બેટરી, પ્લેટો, સોલાર સાધન ને લગતી વસ્તુઓ સોલર સોપ નામની કેનેડિયન એપ થી ડાઉનલોડ કરી ઓન લાઈન પૈસા નાખી એપ મા જણાવેલ વસ્તુઓ ની ખરીદી કરવાની હોય છે અને જે પણ ખરીદી કરીએ તેના રોજીંદા ચોક્કસ રૂપિયા ચોક્કસ સમય માટે એપ મા જમા થાય છે તે ઉપાડવા હોય તો આપણી ડિટેલ નાખીએ તો ઓછામા ઓછા ૧૨૦ અને તેથી વધારે જે પણ મલે તે ઉપાડવાના હોય છે. જેથી તા ૦૩/૦૫/૨૩ ના રોજ તેમના મિત્ર શેહબાઝ મુવેલે તેઓને વોટસએપ ઉપર લીંક મોકલી આપી હતી જે ઓપન કરતા એપ ડાઉનલોડ કરી હતી અને તેમાં સોલર અપની અલગ અલગ ચીજ વસ્તુઓ બતાવતા હતા અને તેમાં કેટલા રૂપિયા પરત મળે તેની વિગતો પણ દર્શાવેલી હતી વોટસએપ નંબર 7584908512 ઉપર થી મેસેજ આવ્યો હતો અને સોલાર સોપ ના મેનેજર ની ઓળખ આપી હતી જેઓ એ વોટસએપ ગ્રૂપ મા જોડાવવા માટે આઈકોન મોકલ્યુ હતુ જેમાં જોઈન ગ્રૂપ લખેલુ હતુ જેથી ફરીયાદી ગ્રુપ મા જોઈન થયા હતા આજ નંબર પર થી ગ્રુપ મા મેસેજ આવતા હતા અને વિવિધ વસ્તુઓમાં રોકાણ કરવાની સમજ આપતા હતા. જેઓનું નામ વિના લહેરી હોવાનુ જાણવા મળેલ. ફરિયાદીએ સૌ પ્રથમ તા ૦૩/૦૫/૨૩ ના રોજ રૂ ૭,૨૦૦/ વાળુ સોલાર બેટરી ખરીદી હતી જેનુ ઓનલાઈન પેમેન્ટ કરેલુ આ બેટરી ખરીદ કરવાથી સતત ૬૮ દીવસ સુધી રૂ ૩૧૫ ખાતા મા પરત મળશે તેવી લોભામણી જાહેરાત કરવામાં આવી રહી અને ફરિયાદીને ૧૫ દીવસ સુધી રૂ.૩૧૫ લેખે પૈસા મળ્યા હતા ત્યારબાદ તા ૧૯/૦૫/૨૩ ના રોજ રૂ ૭,૫૦૦/ મા સોલર આઈટમ ખરીદી હતી જેનુ પેમેન્ટ એસબીઆઇ ના પેટીએમ મારફતે કરેલ જેમા પણ રોજીંદી રકમ જમા થતી હતી ફરિયાદીએ તા ૨૩/૦૬/૨૩ સુધીમાં પોતાના જુદા જુદા ખાતા મારફતે જુદી જુદી સોલાર ચીજ વસ્તુઓ પાછળ રૂ ૩,૦૧,૧૭૪ ની ઓનલાઈન ખરીદી કરી હતી અચાનક તા ૨૭/૦૬/૨૩ ના રોજ વોટસએપ મેસેજ બંધ થઈ ગયા હતા જેથી એડમીનને મેસેજ કરતા જણાવ્યુ હતુ કે સર્વર સળગી ગયેલ છે તમે લોકો પૈસા નાખો તો રીપેર કરાવીએ અને ત્યારબાદ તમે પૈસા ઉપાડી શકશો પણ ફરિયાદીએ કોઇ પૈસા નાખ્યા નહોતા અને ત્યારબાદ પૈસા પરત નહિ મળતા ફરિયાદીએ ઓનલાઇન સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી અને ત્યાંથી નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું જણાવતા ફરિયાદી મહેશભાઈ દ્વારા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઓનલાઈન વ્યવહારો અને બેંક સ્ટેટમેન્ટ ના આધારે અજાણ્યા વોટસએપ નંબર આધારે ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ સર્કલ પીઆઇ કે.પી ખરાડી દ્વારા શરૂ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ શહેર અને તાલુકામાં કેનેડિયન સોલાર એપ્લિકેશન હેઠળ સંખ્યાબંધ લોકો છેતરાયા છે કેટલાક લોકોએ વ્યાજે નાણા લઈને આ કંપનીમાં રોકાણ કર્યું છે કેટલાક લોકોએ પોતાના સોના ચાંદીના દાગીના વેચી દઈને આ સ્કીમ માં નાણા રોકેલા છે એક ચર્ચા મુજબ સમગ્ર કાલોલ માંથી અંદાજિત પાંચથી છ કરોડ રૂપિયા જેટલી ઠગાઈ નો લોકો ભોગ બનેલા છે ત્યારે આ સોલાર એપ ના કાલોલમાં કેટલાક એજન્ટો હોવાની પણ લોક મુખે ચર્ચા ચાલી રહી છે તે સંજોગોમાં આ એજન્ટોનો પણ આ કિસ્સામાં કોઈ રોલ છે કે કેમ તે પણ પોલીસ તપાસનો વિષય બની રહ્યો છે આ ફરિયાદ બાદ ભોગ બનનાર બીજા કેટલાક લોકો પણ ફરિયાદ નોંધાવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here