પાવીજેતપુર તાલુકાના સિથોલ જુથ ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી નુ બિજી અન્ય જગ્યાએ બદલી થતાં શિથોલ સિહોદ ઠલકી અને લોઢણ ગામના સરપંચો તથા ગ્રામજનો દ્વારા ભીની આંખે ભાવભીની વિદાય આપવામાં આવી

છોટાઉદેપુર, શેખ મુઝફફર નજર –

આજરોજ પાવીજેતપુર તાલુકાના સિથોલ જુથ ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી નુ બિજી અન્ય જગ્યાએ બદલી થતાં શિથોલ સિહોદ ઠલકી અને લોઢણ ગામના સરપંચો તથા ગ્રામજનો દ્વારા ભીની આંખે ભાવભીની વિદાય આપવામાં આવી હતી આ વેળાએ ગ્રામ જનો દ્વારા તલાટી કમ મંત્રી ના નોકરી ના સમય દરમિયાન જે સેવા ભાવી કાર્ય કરવામાં આવ્યા હતા તે કાર્યો ને યાદ કરી ગ્રામ જનો દ્વારા તલાટી કમ મંત્રી પ્રકાશ ભાઈ ને વીરદાવ્યા હતાં અને ગામના વડીલો નું કહેવું હતું કે અમે અમારી આટલી ઉંમરમાં આવા સેવા ભાવી વ્યક્તિ નથી જોયા એમકહી પ્રકાશભાઈ તલાટી ને આશીર્વાદ આપ્યા હતાં . ત્યાર બાદ તલાટી કમ મંત્રી પ્રકાશ ભાઈ એ ગ્રામ જનો દ્વારા જે પોતાની નોકરી નાં સમયે જે સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો તે બદલ ગ્રામ જનો નું આભાર વ્યક્ત કર્યો હતો હાલ કેટલાક તાલુકાઓમાં થી કર્મચારીઓ ની બદલી થઈ રહી છે પણ આ રીતની વિદાય ખુબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે માણસ નાં સારાકાર્યો બીજા લોકો ના દિલમાં પોતાની છબી છોડી જાય છે એ આ સિથોલ સિહોદ લોઢણ અને ઠલકી આમ ચાર ગામનાં આ એક તલાટી કમ મંત્રી પ્રકાશ ભાઈ એ કરી બતાવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here