કાલોલ બસ સ્ટેન્ડ પાસે ગટર લાઈનનો તૂટેલો પથ્થર પાલિકા પ્રમુખની સુચના બાદ બેસાડી દેતા નગરજનોમાં રાહતની લાગણી

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલના બસ સ્ટેન્ડ પાસે આવેલ આર.કે ગાંધી ફૂડ ઝોન નજીક આવેલી ગટર લાઇન ઉપરનો પત્થર છેલ્લા બે ત્રણ મહિનાથી તૂટી ગયો હતો અને આ જગ્યાએ ખાડો પડી જતાં અજાણ્યા વાહન ચાલકોના વાહનો ખાડામાં ખાબકતા હતા પરંતુ કાલોલ નગરપાલિકાનું આ કામ ન હોવાથી પાલિકા દ્વારા કરવામાં આવતું નહોતુ. હાઇવે પરના રોડની મરામત અને નિભાવણીનો ઈજારો એલ એન્ડ ટી કંપની પાસે હોવાથી એલ એન્ડ ટી દ્વારા પણ આ બાબતને ધ્યાન લેવામાં આવતું નહોતું. મીડીયા મારફતે પણ આ મુદ્દે વારંવાર અહેવાલો પ્રસિદ્ધ થયેલા ત્યારબાદ કાલોલ નગરપાલિકા ના નવા પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાયે કાલોલના એલ. એન્ડના અધિકારી સાથે વાતચીત કરી આ પત્થર તાકીદે બેસાડવા ઘટતુ કરવા રજૂઆત કરી હતી પરિણામે સોમવારે એલ. એન્ડ ટી દ્વારા જે.સી.બી મશીન લાવી તૂટેલા પત્થરની જગ્યાએ ગટર લાઇન ઉપર નવો પત્થર બેસાડી દેતા સંખ્યાબંધ વાહન ચાલકો સહિત નગરજનોએ રાહતની લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ બાબત પાલિકા ના કાર્યક્ષત્રમાં આવતી નથી એમ કહી ભૂતકાળમાં પાલિકા હોદેદારોએ પોતાના હાથ અધ્ધર કરી દીધા હતા પરંતુ ગામ મધ્યે રોડ ઉપરના ખાડામાં લોકો પડતા અટકે તે માટે જવાબદાર હોદ્દેદારોએ યોગ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી કાલોલ નગરપાલિકાની નવી ટીમ દ્વારા પ્રશ્નનું નિરાકરણ થતા લોકો આનંદિત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here