કાલોલ વકીલ મંડળ દ્વારા હાથરસ અને કચ્છના બનાવો સામે દલિત સમાજને ન્યાય આપવા અને તલાટી કમ મંત્રીને સોગંદનામાની સત્તા આપતા મામલતદારને આવેદનપત્ર આપ્યું

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

ગુજરાત સરકાર દ્વારા વિવિધ સેવાઓ ડિજિટલ કરવાના હેતુ માટે માત્ર રૂપિયા લઈને ૨૨ જેટલી સેવાઓ ઓનલાઇન કરવા માટે નિર્ણય લીધો છે જેમાં ગ્રામ્ય કક્ષાએ આવકના દાખલા વિધવા સહાય રેશનકાર્ડ ની સેવાઓ માટે સોગંદનામા કરવાની સત્તાઓ તલાટી કમ મંત્રીને આપવાનું નક્કી કરેલું છે ત્યારે કાલોલ વકીલ મંડળે તલાટી કમ મંત્રી ઓ ગ્રામ પંચાયતોમાં સમયસર હાજર રહેતા નથી તથા ૩ થી ૪ જેટલા ચાર જો તેમની પાસે હોય છે રેવન્યુ કક્ષાએ જે ફોજદારી કેસો થયા હોય છે તેમાં તલાટી કમ મંત્રીઓની ભૂમિકા શંકાસ્પદ હોય છે તાજેતરમાં ત્રણ-ચાર મહિનામાં જે ભ્રષ્ટાચારના કેસો થયા છે તેમાં પણ તલાટી કમ મંત્રી ની ભૂમિકાઓ શંકાસ્પદ છે હાલમાં સોગંદનામા કરતા એડવોકેટ નોટરી અને મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વર્ગ-૧ના અધિકારીઓ છે જ્યારે તલાટીની શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસની છે તેથી હોદ્દાની ગરિમા પણ જળવાય નહીં સોગંદનામાનો સ્ટેમ્પ ગ્રામ્યકક્ષાએ થી ક્યાંથી મેળવવામાં આવશે સોગંદનામાનો રેકોર્ડ કોણ રાખશે સોગંદનામુ કોણે કહ્યું કે આ કર્યું તેના માટે કર્યું તેનું રેકર્ડની નિભાવણી તલાટી-કમ-મંત્રી કઈ રીતે કરશે જેવા અસંખ્ય પ્રશ્નો ઉદભવ્યા છે લોક ડાઉન માં વકીલોને નોટરી નો વ્યવસાયથી આજીવિકા મળે છે કોર્ટો નું કામકાજ બંધ છે ત્યારે વકીલોને માટે આજીવિકાનો પણ મોટો પ્રશ્ન છે ત્યારે સરકારનો તલાટી કમ મંત્રી અને સોગંદનામાની સત્તા આપતો નિર્ણય સામે વાંધો રજૂ કરી મુખ્યમંત્રીને આવેદન પત્ર મોકલી આપવા માટે કાલોલ વકીલ મંડળ ના અગ્રણી વકીલોએ હાજર રહી આપવામાં આવ્યું હતું આ ઉપરાંત બે જેટલી જધન્ય હત્યાઓ તાજેતરમાં થઈ હતી તે બાબતે દેશ ભરમાં ચકચાર મચાવતા ઉત્તરપ્રદેશના હાથરસમાં એક દલિત યુવતી સાથે ઘટેલી અમાનવીય ઘટનાને ગુરુવારે કાલોલ વકીલ મંડળની મળેલી મિટિંગમાં સર્વાનુમતે ઠરાવ કરી આ ઘટનાઓને વખોડી કાઢી હતી. જે અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી જોગ કાલોલ મામલતદારને એક આવેદનપત્ર અને ઠરાવ કરી આપવામાં આવ્યો હતો.આ ઠરાવ માં જણાવ્યા અનુસાર ગત મહિને ઉત્તરપ્રદેશના હાથરસમાં એક દલિત યુવતીને કેટલાક નરાધમોએ જાતીય બળાત્કાર ગુજારી, જીભ કાપી, હાડકા તોડી હત્યા કરતા અંતે યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે સમગ્ર ઘટના અંગે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા હાથરસના ગુનેગારો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા આપવાની માંગણી કરી છે, તદ્ઉપરાંત ગુજરાતમાં પણ ગત ૨૫,સપ્ટેમ્બરે કચ્છના રાપરમાં અગ્રણી એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની કોઈ અજાણ્યા ઈસમો દ્વારા અત્યંત ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જે ઘટના અંગે પણ ગુનેગારોને ઝડપી પાડી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને સખત સજા કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આ બન્ને ઘટનાઓને વખોડીને દેશ અને રાજ્યમાં સમગ્ર દલિત સમાજને ન્યાય મળે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી ને ઉદ્દેશીને કાલોલ વકીલ મંડળના પ્રમુખ જિજ્ઞેસ જોષીના નેતૃત્વમાં વકીલોએ એકત્રિત થઈ કાલોલ મામલતદારને મળી આવેદન આપી દલિત સમાજને ન્યાય આપવાની માગણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here