વેજલપુરમા પગારના પૈસા લઈને ઘરે જતા ઈસમને રોકી ૧૨૦૦૦ અને મોબાઈલની લૂટ કરતા બે ઈસમો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ભારત સિલીકા કંપનીમાં છેલ્લા ત્રણ વર્ષથી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ વિનુભાઈ નાયક શનિવારના રોજ કંપનીમાં નો ઇન્ટરનેટ નું કનેક્શન લગાવવાનું હોવાથી મોડું થતા સાંજે સાતેક વાગ્યે ઘરે જવા નીકળેલા અને સુરેલી તરફ નાયરા પેટ્રોલ પંપ પાસે ચાલતા ચાલતા જતા હતા ત્યારે રાત્રિના આઠેક વાગ્યાના સોમવારે સુરેલી તરફથી બે ઈસમો મોટરસાયકલ લઈને આવેલા જે પૈકી ચાલકે મોઢા પર રૂમાલ બાંધેલ અને પાછળ બેઠેલ ઈસમે ટોપી પહેરેલ જેઓ એ ભાવેશભાઈ ની કંપની ક્યાં આવેલી છે તેવી પૂછપરછ કરતા કમલેશભાઈએ આવી કોઈ કંપની અહીંયા નથી મને ખબર નથી તેમ જણાવતા મોટરસાયકલ પણ ના ઈસમે જણાવેલ કે તમારી પાસે મોબાઇલ હોય તો આપો મારે ફોન કરવો છે જેથી મોટર સાયકલ પરના ઈસમો શંકાસ્પદ લાગતા મારા ફોનમાં રિચાર્જ નથી તેમ કહી તેઓ ત્યાંથી આગળ ચાલતા નીકળી ગયેલ અને પાણીની ટાંકી પાસે આવતા તેઓને મળેલ મોટર સાયકલ પરના બન્ને ઈસમો મોટરસાયકલ પરથી ઉતરીને મોટરસાયકલ ચલાવનારે કમલેશભાઈ ને પકડીને રોડ પર પાડી દીધા અને ગળાના ભાગે પકડીને દબાવી દીધેલ અને મોટરસાયકલ પાછળ બેઠેલ ઈસમે કમલેશભાઈ ના ખીસા માંથી ઓપો કંપનીનો મોબાઇલ અને પગારના મળેલ રોકડા ₹12,000 લૂંટી લીધેલા અને બંને જણા વેજલપુર તરફ મોટરસાયકલ લઈ જતા રહેલા મોટરસાયકલની પાછળ નંબર પ્લેટ ઉપર સેલોટેપ જેવું કંઈક લગાડી દીધેલું જેથી અધુરો નંબર દેખાતો હતો કમલેશભાઈ એ નજીકમાં રહેતા માણસોને જાણ કરતા તેઓ બેટરી લઈને આવેલા પરંતુ કઈ મળી આવેલ નહીં જેથી ઉપરોક્ત તમામ વિગતો તથા લૂંટારૂઓ ના વર્ણન નેઆધારે વેજલપુર પોલીસ મથકે રવિવારના રોજ ફરિયાદ નોંધાવતા પોલીસે દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here