કાલોલ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વિવિધ કામો અને સમસ્યાઓના ઉકેલ માટે સંકલન અધિકારીઓની બેઠક યોજાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ મામલતદાર કચેરી ખાતે બુધવારે પંચમહાલ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં કાલોલ તાલુકાના વિસ્તારની વિવિધ કચેરીઓ સંલગ્ન એમપી/એમએલએ કક્ષાના વિવિધ કામો અને વિવિધ વિભાગોના કામોની સમસ્યાઓના ઉકેલ માટે તાલુકાના તમામ વિભાગોના સંકલન અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પાલિકા, માર્ગ મકાન, આરોગ્ય વિભાગ, શિક્ષણ, એમજીવીએલ, પશુ ચિકિત્સક, આઈસીડીએસ, રેન્જ ફોરેસ્ટ, પાણી પુરવઠા, નર્મદા નિગમ સહિતના અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારીએ દરેક વિભાગના કામોની છણાવટ અને સમસ્યાના નિવારણ માટે માર્ગદર્શન આપી સમીક્ષા કરી હતી. જોકે સંકલન અધિકારીઓની બેઠકમાં ગમે તે કારણોસર આઈસીડીએસ, રેન્જ ફોરેસ્ટ, નર્મદા અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની સુચક ગેરહાજરી મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here