કાલોલ મહાલક્ષ્મી મંદિરમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ શહેરમાં આવેલ મહાલક્ષ્મી મંદિર ખાતે કોરોનાથી રક્ષણ આપતી વેક્સિનેશન નો લાભ મળી રહે તે માટે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાલોલ નગરના જુદા જુદા વિસ્તારોમાં દરરોજ નગરપાલિકા અને આરોગ્ય વિભાગના સંયુક્ત પણે કોરોના સામે રક્ષણ આપતી વેક્સિનેશન કેમ્પનું આયોજન થતું હોય છે.જે અંતર્ગત આજરોજ કાલોલ શહેરના મહાલક્ષ્મી ચોક ખાતે આવેલા મહાલક્ષ્મી મંદિરમાં વેક્સિનેશન કેમ્પનું આયોજનમાં આવેલ જેમાં તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીઓનાં નિરીક્ષણ હેઠળ કોરોના વેકસીન ની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં કાલોલ મહાલક્ષ્મી ચોક વિસ્તારના ૧૯૦ શહેરીજનોએ કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન મુકાવી મહાલક્ષ્મીના મંદીરમાં યોજાયેલો કેમ્પનો લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here