કાલોલ બોરૂ ટ્રેનિંગ ગેરેજ પાસે પાકૅ કરલે આયસરને તસ્કરોએ છુમંતર કરી દેતાં માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ નગરમાં આવેલ બોરૂ ટ્રેનિંગ ગેરેજ પાસે પાકૅ કરેલ જી.જે.૦૭.યુયુ.૯૦૫૨ નંબર ના આયસરને નિશાન બનાવી પાકૅ કરેલ ખાલી પડેલા આયસરને રાત્રીના અંધારાનો લાભ લઈને અજાણ્યા તસ્કરો છુમંતર કરી ગુમ થઈ ગયાં હતાં.જેની જાણ ગેરેજ પર કામ કરતાં માણસે પોતાના માલિકને જાણ કરતાં આયસરના માલિકે કાલોલ પોલીસ સ્ટેશનમાં અંદાજીત રૂપિયા બે લાખ ની આયસરની કિંમત પ્રમાણે ફરીયાદ નોંધાવી હતી. જેની કાલોલ પોલીસે ફરીયાદ નોધી શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here