કાલોલ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ શકીલભાઇ વાઘેલા મકકા-મદીના હજયાત્રા કરવા રવાના થયા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ઇસ્લામ ધર્મમાં હજ નો અનેરો મહત્વ હોય છે જે દરેક પાક મુસ્લિમોને જીંદગીમાં એક વખત હજયાત્રા કરી હાજી બનવાનું સપનું હોય છે અને હજ એ મુસ્લિમ સમાજનું અનમોલ રત્ન પણ કહેવાય છે જે આ અવસરે હજયાત્રોએ જનાર માં કાલોલ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ શકીલએહમદ વાઘેલા અને તેમના ધર્મ પત્ની ફરજાનાબીબી હજયાત્રા માટે બુધવારના રોજ જવા રવાના થયા તે અવસરે વિવિધ સમાજના અગ્રણીઓ સાથે સગાંસંબંધીઓ દ્વારા ગુલપોશી કાર્યક્રમનુ આયોજન કરી શકીલભાઇ વાઘેલાનું સન્માન કરવામાં આવ્યુ હતો જેમાં તેવોએ બનાવેલ નવિન મકાન ખાતેથી હજ માટે મક્કા-મદીના ની યાત્રા એ બુધવારના રોજ વહેલી સવારે જવા રવાના થયા જેમાં નગર સહિત આજુબાજુ ગામના વિવિધ સમાજના અગ્રણીઓ સાથે સગાંસંબંધીઓ અને મિત્રવર્ગ મોટી સખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી વિદાય આપી હતી અને ફોર વ્હીલર દ્રારા અમદાવાદ થઇ મકકા મદીના ઉમરાહ માટે રવાના થયા હતાં.અત્રે ઉલ્લેખનીય છેકે પવિત્ર હજ્જ યાત્રામાં કાલોલ શહેરના ૧૪ થી ૧૬ હજયાત્રાએ જનાર હાજીઓ હજ નાં અવસરે અલગ-અલગ દિવસમાં રવાના થયા જેમાં નગરના મુસ્લિમ સમાજના લોકો મોટી સખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here