કાલોલ નગરના કસ્બા વિસ્તારમાં સીસી રોડ બનાવતા કોન્ટ્રાકટરનું મિક્સર મશીન ગટર લાઇનમાં ફસાયું…રસ્તો બ્લોક થતાં સ્થાનિકો પરેશાન…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ નગરના કસ્બા વિસ્તારમાં સડક ફળિયાથી નુરાની મસ્જિદ સુધીના નાળા ફળિયામાં પાલિકા દ્વારા રિસરફેસિંગ મુજબના સીસી રોડ બનાવવાની કામગીરી ચાલુ હતી જે દરમ્યાન ગુરૂવારે બપોરના સુમારે સિમેન્ટ ક્રોકિટનો માલ બનાવતા કોન્ટ્રાકટરનું મિક્સર મશીન રોડની નીચેથી પસાર થતી જુની ગટરલાઇનમાં ફસાઈ જતાં ભારે કુતૂહલ સર્જાયું હતું, જ્યારે બીજી તરફ કોન્ટ્રાકટરની રોડ બનાવવાની કામગીરી પણ અટકી પડી હતી.

અત્રે કસ્બા વિસ્તારના નાળા ફળિયાના ગીચ વિસ્તારનો આ સાંકળી ગલી જેવો રોડ હોવાને કારણે રોડ બનાવતા કોન્ટ્રાકટરનું મશીન રોડની વચ્ચે જ ગટર લાઇનમાં ફસાઈ મશીન સાંજ સુધીમાં બહાર કાઢવામાં આવે ત્યાં સુધી બન્ને બાજુની અવરજવર બંધ થઈ જવા પામી હતી.જેને પગલે આ વિસ્તારના અસરગ્રસ્ત લોકોએ પાલિકાની વર્ષો જૂની ગટર લાઇન પર અવારનવાર થતી સમારકામની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. જેથી સીસી રોડ અને ગટર લાઇનના સમારકામની નબળી કામગીરી અંગે સ્થાનિક રહીશોઓ ભારે રોષ પ્રગટ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here