ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની પ્લાસ્ટીકની તથા કાચની તથા ટીન બીયર મળી કુલ કિં.૩-૩૧,૭૮૦/ નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કાલોલ પોલીસ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

પચંમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિર્દેશકશ્રી એમ.એસ.ભરાડા સાહેબ પંચમહાલ રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ પંચમહાલ ગોધરા નાઓએ અત્રેના જીલ્લામાં દારૂ / જુગારની અસામાજીક પ્રવૃતી નેશ્તનાબુદ કરવા કાયદાનુ ચુસ્તપણે પાલન કરાવવા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.જે.રાઠોડ સાહેબ હાલોલ વિભાગ હાલોલ નાઓના સુચના અને માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ સ્ટેશનના I/c પો.સ.ઇ.શ્રી એ.એમ.બારીયા તથા બીજા પોલીસ માણસો સાથે કાલોલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન I/C પો.સ.ઇ.શ્રી એ.એમ.બારીયા સાહેબ નાઓને ખાનગીરાહે બાતમીદારથી બાતમી હકિકત મળેલ કે, કાલોલ તાલુકાના દેલોલ ગામ રામનાથ રોડ ખાતે રહેતો જીગ્નેશકુમાર ઉર્ફે પાયલોટ મંગળસિંહ રાઠોડ નાનો તેના ઘરે ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી ઈગ્લીશ દારુનો જથ્થો તેના ઘરે રાખી સંતાડી રાખેલ છે,

તેવી માહીતી આધારે કાલોલ પોલીસે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે. સદર આરોપી વિરૂધ્ધમાં કાલોલ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં-૧૧૨૦૭૦૩૬૨૨૦૫૮૦/૨૦૨૨ પ્રોહી એક્ટ કલમ-૬૫(એ) ૬૫(ઈ) મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

વોન્ટેડ આરોપી જીગ્નેશકુમાર ઉર્ફે પાયલોટ મંગળસિંહ રાઠોડ રહે-રામનાથ રોડ દેલોલ ગામ તા-કાલોલ જી-પંચમહાલ.

કબ્જે કરેલ મુદ્દામાલઃ

(૧) ઈંગ્લીશ દારૂના ૫૦૦ મી.લી.ના ટીન બીયર નંગ-૯૯ કિં.રૂ.૧૨,૪૮૦/

(૨) ઈંગ્લીશ દારૂના કાચના ૧૮૦ મી.લી.ના મેગ્ડોલના ક્વાટરીયા નંગ-૨૦ કિં.રૂ.૩,૯૦૦/

(૩) ઈંગ્લીશ દારૂના કાચના ૧૮૦ મી.લી.ના મેઝીક મુમેન્ટના ક્વાટરીયા નંગ-૧૦ કિં.રૂ.૧૦૦૦/ (૪) ઈગ્લીશ દારૂના પ્લાસ્ટીકના ૧૮૦ મી.લી.ના રોયલ સિલેક્ટના ક્વાટરીયા નંગ-૧૪૪ કિં.રૂ.૧૪,૪૦૦/

તમામ પ્રોહી મુદ્દામાલની કુલ કિં.રૂ-૩૧,૭૮૦/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here