કાલોલ તાલુકાની મલાવ પ્રાથમિક શાળામાં દીકરીઓને નવા વસ્ત્રોનું વિતરણ તથા ભરપેટ નાસ્તાની ઉજાણી કરાવવામાં આવી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

આજ રોજ કાલોલ તાલુકાની મલાવ પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવતાં મીનાક્ષીબેન દ્વારા પોતાના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે શાળામાં હાજર ધોરણ ૧ થી ૮ના અંદાજિત ૩૬૦ જેટલાં વિધાર્થીઓને ભરપેટ નાસ્તાની ઉજાણી તથા ધોરણ ૬ થી ૮માં અભ્યાસ કરતી ૧૭૦ જેટલી દીકરીઓને નવા ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષિકાબહેને પોતાના જન્મ દિવસની ઉજવણી શાળાનાં સૌ બાળકો સાથે હર્ષોલ્લાસપૂર્વક કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here