કાલોલ તાલુકાના જેલી ગામ નજીક ઝાડ સાથે બાઈક અથડાતાં બાઇક ચાલકનું મોત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના કાંકરના મુવાડા ગામે રહેતા અર્જુનભાઈ સાંકળભાઈ ચૌહાણ પોતાની એકટીવા ટુ વ્હીલર ગાડી નંબર જીજે-૧૭ સી.ડી-૨૧૭૭ લઈને પોતાના સાળા છોકરા રણવીરસિંહ સાથે લઈને પોતાના કામથી કાંટડી ગામે ગયેલા અને ઘરે પરત આવતા જેલી ગામ નજીક પોતાની એકટીવા ગાડી પૂરઝડપે અને ગફરત ભરી રીતે હંકારી આવતા રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાતા તેઓને માથાને ભાગે તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તેઓને પ્રથમ108 મારફતે કાલોલ સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરા સરકારી દવાખાને લઈ જતા ત્યારે હાલોલ તાલુકાના બાસ્કા ગામ નજીક સારવાર મળે તે પહેલા .108 માં મરણ ગયેલા જે અંગેની જાણ કાલોલ પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here