કાલોલ ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ તાલુકા સ્વાગત અને સંકલનની બેઠક યોજાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ મામલતદાર કચેરીમાં ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારી પી ડી જ્યતાવત ની અધ્યક્ષતા હેઠળ તાલુકા સ્વાગત અને સંકલન ની બેઠક યોજાઈ જેમા તાલુકા વિકાસ અધિકારી, નાયબ તાલુકા વિકાસ અધિકારી,કાલોલ મામલતદાર, સિડીપીઓ, કાલોલ પીએસઆઈ, નગરપાલીકા નાં એન્જીનીયર, જીલ્લા ખાણ ખનીજ વિભાગ નાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર, સર્કલ ઓફીસર, રેવન્યુ મામલતદાર, ઈ ધરા મામલતદાર હાજકાલોલ મામલતદાર કચેરીમાં ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારી પી ડી જ્યતાવત ની અધ્યક્ષતા હેઠળ તાલુકા સ્વાગત અને સંકલન ની બેઠક યોજાઈ જેમા તાલુકા વિકાસ અધિકારી, નાયબ તાલુકા વિકાસ અધિકારી,કાલોલ મામલતદાર, સિડીપીઓ, કાલોલ પીએસઆઈ, નગરપાલીકા નાં એન્જીનીયર, જીલ્લા ખાણ ખનીજ વિભાગ નાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર, સર્કલ ઓફીસર, રેવન્યુ મામલતદાર, ઈ ધરા મામલતદાર હાજર રહ્યા હતા જીલ્લા મા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ની ચર્ચા કરવામાં આવી હતી તથા જુદા જુદા વિભાગોની કામગીરી ની સમીક્ષા કરવામાં આવી સ્વાગત કાર્યક્ર્મ માં કાલોલ નાં સિનિયર સિટીઝન તેર વર્ષ જૂની કાલોલ મહાકાળી મંદિર નાં રસ્તે કરેલ દબાણ અંગે રજુઆત કરી હતી તદુપરાંત કૈવલ બચત અને ધિરાણ મંડળી નાં થાપણદારો પણ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત પોતાની થાપણો પરત મેળવવા રજુઆત કરી હતી જેમા જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ નાં રજીસ્ટ્રાર હાજર રહ્યા હતા અને ઓડિટ કરાવીને ફડચા માં લઈ જઈ યોગ્ય કાર્યવાહી કરવા ની ખાતરી આપી હતી બેઠક બાદ પ્રાંત અધિકારી એ મામલતદાર કચેરી ના વિવિધ વિભાગો ઈ ધરા કેન્દ્ર, રેકર્ડ રૂમ, રેવન્યુ વિભાગ, પુરવઠા વિભાગ અને મઘ્યહાન ભોજન નાં વિવિધ વિભાગો માં મુલાકાત લઈ કામગીરી નિહાળી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here