તિલકવાડા નગરની દક્ષિણ – પૂર્વ વહેતી મેણ અને નર્મદાના સંગમ સ્થાને સંરક્ષણ દિવાલ બાંધી ધોવાણ થતું અટકાવવા નગરજનોની માંગ

તિલકવાળા,(નર્મદા) વસીમ મેમણ :-

સંગમ સ્થાને સરક્ષણ દીવાલ બનાવવા તાલુકા પંચાયત ના આ વિસ્તાર ના સદસ્ય લીલાબેન વસાવાએ સરકારમાં પત્ર લખી રજુઆત કરી છે આ સઁગમ સ્થાને થી દક્ષિણે ઉત્તરવાહિની માં નર્મદા વહી આવે છે તેની પરિક્રમા ની શરૂઆત આ સ્થાનેથી શરુ થાય છે. અહીં નર્મદા તિલકવાડા નગર ની દક્ષિણ માંથી વહે છે અને મેણ નદી પૂર્વમાંથી નર્મદાને મળે છે. પાણીના પ્રવાહને કારણે આખો કિનારો ધીરે ધીરે ધોવાણ થતાં મુખ્ય ઓવારા નો નાશ થઈ ગયો હતો તેમ થતાં અત્યારે લાખોના ખર્ચે અવર-જવર માટે પુલ બાંધીને ગામને અને દક્ષિણ બાજુ ના અનેક ગામોને તાલુકા મથક સાથે જોડી સગવડ પૂરી પાડવામાં આવી છે.

આ પુલ પણ બરાબર સંગમ સ્થાને આવેલ છે ગત વર્ષે આવેલ પૂરમાં તેના સ્લેબ સુધી પાણી આવી જતા ગામ તરફની ભેખડ ધસી પડતા અને પાણી ભરાઇ જવાને કારણે બ્રિજ ના પાયા સહીત કિનારાની ભેખડ ધસી પડતા વધુ પડતું ધોવાણ થઇ ગયું હતું.આ ધોવાણમાં વધારો થઈ રહ્યો છે.તે અટકાવવા કેટલાક સ્થાનિક સંગઠનો, રાજકીય પક્ષો,સામે કિનારે આવેલ મણિનગરેશ્વર મંદિરના સંત સાહેબજી, ,નગરજનો અને આ વિસ્તાર ના તાલુકા પંચાયત ના કોંગ્રેસ ના સદસ્ય લીલાબેન વસાવા વિગેરે એ આ બાબતે અગાઉ અનેક વખત ઓથોરિટી ને લેખિત મૌખિક રજુઆત કરી છે. આ કિનારે વસતા લોકો ઘરવિહોણા બની જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ વિસ્તારના કિનારા પર વસતા નિવૃત કર્મચારી પુંજાભાઈ વસાવા / રમેશભાઈ વસાવા અને તાલુકા પંચાયતના સદસ્ય લીલાબેન વસાવા સહિત અન્ય આશરે 50 થી વધુ કુટુંબો વારસાગત વસતા રહેવાસીઓ માં ડર ની ભીતિ સેવાઈ રહી છે.આ કિનારે આવેલા પૌરાણિક સ્થળ મઢીમાં રહેતા સંતો, સ્વામીજી નગરના જાણીતા કથાકાર વિરણચીપ્રસાદ શાસ્ત્રીજી વગેરે પણ આ વાતની પુષ્ટી કરી છે.આ બિન રાજકીય માંગણી છે. તો વહેલી તકે સંરક્ષણ દીવાલ બનાવવામાં આવે તેવી ગામલોકો ની માંગ છે. અગાઉ આવેલા પૂરથી કિનારાની આસ પાસ ની કેટલાક ભાગ ની ભેખડ ધરાશાયી થતા મઢીમાં આવેલ નર્મદા જી નું મંદિર તેની સાથે આવેલ રહેઠાણો, મકાનો વૃક્ષો વગેરે ધરાશાયી થતા તેમને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.તો વધુ ખાના-ખરાબી થાય તે પહેલા આયોજન કરીને ધસી પડતી ભેખડો ને બચાવવા તેના પર વારસાગત રહેઠાણ ધરાવતા લોકોનું રક્ષણ કરવા માટે સંરક્ષણ દીવાલ બનાવવા માટે લોકમાંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here