કાલોલ તાલુકાના ઈંટ ઉત્પાદકોએ જીએસટી વધારો અને જીપીસીબીની નોટીફિકેશનો સામે ઈંટ ઉત્પાદન મોફુક રાખવાનો ઠરાવ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા વિવિધ સરકારી, અર્ધસરકારી અને સેવાકીય કર્મચારીઓના યુનિયન અને સંગઠનો દ્વારા રજુઆતો, આંદોલનો અને ધરણાંઓ કરીને ચુંટણીટાણે સરકાર સમક્ષ પ્રભાવિત દેખાવો, બંધ જોવા મળ્યા છે, આવા અનેકવિધ આંદોલનોને અંતે તાજેતરમાં ઈંટ ઉત્પાદકોએ પણ તેમને નડતરરૂપ થતી સમસ્યાઓ સામે બંધનું હથિયાર ઉગામ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

કાલોલ તાલુકાના વિવિધ વિસ્તારમાં ઈંટ ઉત્પાદન કરતા ઉત્પાદકો અને વેપારીઓની મંગળવારે બેઠક મળી હતી જેમાં ઈંટ ઉત્પાદન કરતા ઉત્પાદકોએ અમદાવાદ બ્રિક્સ ફેડરેશન દ્વારા કેન્દ્ર સરકારની જીએસટી વધારો, જીપીસીબી નોટિફિકેશનો અને કોલસાની અછત સામે ભાવમાં થયેલા ધરખમ વધારો અને લેબર કાયદાની સમસ્યાઓની નિતીઓને ઇંટ ફેડરેશનના લડત સમિતિએ સમગ્ર ઈંટ ઉત્પાદકોએ ઈંટ ઉત્પાદન હાલ પૂરતા મોફુક રાખવાનું આહવાન કરતા કાલોલ તાલુકાના ઈંટ ઉત્પાદકોએ પણ સર્વાનુમતે સમર્થન આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઠરાવ સામે જે કોઈ ઈંટ ઉત્પાદકો ભંગ કરશે તેની સામે અમદાવાદ બ્રિક્સ ફેડરેશન દ્વારા રોયલ્ટી, જીએસટી અને પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા તપાસ કરવામાં આવશે, જેથી કાલોલ તાલુકાના દરેક ઇંટ ઉત્પાદકોએ બ્રિક્સ ફેડરેશનના સમર્થનમાં હાલ પૂરતા ઇંટ ઉત્પાદન બંધ રાખવાનું સમર્થન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ બ્રિક્સ ફેડરેશન કમિટીમાં કાલોલ તાલુકાના વિનોદભાઈ બ્રહ્મભટ્ટ, ગુડ્ડ પઠાણ, રાજેશ જાદવ, ઈકબાલ તાસીયા, શહાદત અલી, શકિલ પઠાણ અને ઈમરાન પાડવીયા ઈંટ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here