નિઃશુલ્ક માર્ગદર્શન કેન્દ્ર દ્વારા અયમનભાઈ મનવા તરફથી એમની પત્નીના ઇસાલે સવાબ માટે 17 ડ્રેસ સ્કુલ યુનિફોર્મ મદની સ્કુલના જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટે આપવામાં આવ્યા…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :

જીવનનો કોઈ ભરોસો નથી જ્યારે કે મોત સનાતન સત્ય છે, વિધિના વિધાન મુજબ દરેક જાનદાર વસ્તુની અંતિમ રાહ મોત છે.. મોતની આગોશમાં કોઈ પહેલા જશે તો કોઈ બાદમાં… દરેકનો વારો તો આવવાનો જ છે, પરંતુ જેઓના સ્વજનો જન્નતનશીન થઈ ગયા છે તેઓ આજે પણ પોતાના સ્વજનોને યાદ કરી તેમના ઈસાલે સવાબ માટે દયા-દાન કરી માનવતાને જીવિત કરી રહ્યા છે.. જેને અનુરૂપ આજરોજ મોડાસા ખાતે નિશુલ્ક માર્ગદર્શનના સહિયોગથી મર્હુમ અલ્ફિનાબેનના ઈસાલે સવાબ માટે તેમના પતિ અયમન મનવા તરફથી હારીશભાઈ ખનાજીના હસ્તે મદની પ્રાથમિક શાળાના જરૂરતમંદ બાળકોને સ્કૂલ ડ્રેસ આપવામાં આવ્યા હતા. તેઓના આ માનવતા પ્રિય કાર્યને વધાવી લઈ શાળાના આચાર્ય દ્વારા તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here