કાલોલ તાલુકાના અલીન્દ્રા, મેદાપુર, જેતપુર મલાવ પંથકમાં લીલા વૃક્ષોનું બેફામ નિકંદન…તંત્રનું મૌન..!!

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નજીક મેદાપુર અલીન્દ્રા , જેતપુર,દોલતપુરા અને મલાવ રોડ ઉપર બેફામ અને બેરોકટોક રીતે લીલા વૃક્ષોનું કોઈપણ જાતની પરવાનગી વગર આડેધડ કટીંગ થઈ રહ્યું છે. આ રોડ ઉપર થી દરરોજ લગભગ દશેક જેટલા ટ્રેક્ટરો મારફતે લીલા વૃક્ષોનું કટિંગ કરી વહન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે વૃક્ષોનું કટિંગ કરી શોમીલ સુધી લઈ જતા માર્ગમાં ટ્રેક્ટરનું પાયલોટિંગ પણ કરવામાં આવે છે. કાલોલ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં જઈ પર્યાવરણની એંસી કી તેસી કરી સક્ષમ અધિકારીની પરવાનગી વિના જ લીલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખતા આવા તત્વો સામે વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગે છે. આ વિસ્તારમાં લાકડા ની ઘણી બધી શોમીલ આવેલી છે. માનવ જીવનમાં વૃક્ષોનું ખૂબ મહત્વ છે એક વૃક્ષ વર્ષ માં ૭૦૦ કીલો ઓક્સિજન નું ઉત્સર્જન કરે છે.હવા ને ફીલટર કરે છે. કાર્બન ડાયોક્સાઈડ શોષી લે છે. પર્યાવરણ સંતુલન જાળવવામાં અને હવાના શુદ્ધિકરણ માટે વૃક્ષો અનિવાર્ય છે સરકાર પણ વૃક્ષો વાવવા માટે અવારનવાર કાર્યક્રમો કરે છે શાળા-કોલેજોમાં પણ વૃક્ષારોપણના કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે કાલોલ પંથકમાં દિન દહાડે લીલા વૃક્ષોને કાપીને ટ્રેક્ટરો અને ટ્રકો મારફતે શોમીલ સુધી લઈ જવા દરમિયાન વનવિભાગ અને કાલોલના મામલતદાર , પોલીસ દ્વારા કોઈ અગમ્ય કારણોસર મૌન ધારણ કરી આંખ આડા કાન કરી લેવાતા અનેક તર્કવિતર્કો સર્જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here