કાલોલ તાલુકાના અલાલી ગામેથી બાવન ગજની ધજા સાથે અંબાજી જવા માટે પગપાળા સંઘ રવાના

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા. મીરઝા :-

કાલોલ તાલુકાના અલાલી ગામેથી બુધવારે વહેલી સવારે ગામના જય અંબે યુવક મંડળ દ્ધારા અંબે માતાજીના રથ સાથે આયોજિત પગપાળા સંઘે પ્રસ્થાન કર્યું હતું. જય અંબે યુવક મંડળ દ્વારા પાછલા પાંચ વર્ષથી પગપાળા અંબાજી માતાજીના દર્શને જાય છે, એ પરંપરા મુજબ બાવન ગજની ધજા અને માતાજીનો રથ બનાવવાની પુર્વ તૈયારીઓ અલાલી સહિત આજુબાજુના ચોરાડુંગડી, કાતોલ અને મેદાપુર ગામના પણ ભાવિભક્તો સાથે ૮૦-૮૫ યાત્રાળુઓ જોડાયા હતા. જેના આયોજન મુજબ પગપાળા નીકળતા સંઘને બુધવારે વહેલી સવારે સંઘના પ્રસ્થાન સમયે એરાલના અગ્રણી નેતા કૃષ્ણકાંત પરમાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ માતાજીના રથની આરતી ઉતારી શુભેચ્છાઓ પાઠવી ‘બોલ મારી અબે ,જય જગદંબે ‘ના નાદથી સંઘયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અલાલી ગામેથી નિકળેલા પગપાળા સંઘના યાત્રાળુઓ આઠ દિવસનો પ્રવાસ ખેડીને અંબાજીધામ પહોંચી ભાદરવાની પૂર્ણિમાએ માતાજીને ધજા ચઢાવી માતાજીના દર્શન કરીને પરત ફરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here