કાલોલ તાલુકાના અડાદરા પાસે નદીમાં થયેલી મારામારી બાબતે ખનીજ અધિકારીની ફરિયાદ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના અડાદરા પાસેથી શુક્લા નદીના પટમાં ખનીજ ચોરી થઈ હોવાની ફરિયાદ ખાણ ખનીજ વિભાગને થતા ખાણ ખનીજ વિભાગના અધિકારી હિતેશ રામાણી તથા સિક્યુરિટી ગાર્ડ ખાનગી વાહન દ્વારા સુકલા નદીના પટ નજીક પહોંચ્યા હતા જ્યાં બંને પક્ષો વચ્ચે મારામારી થતાં વેજલપુર પોલીસ મથકમાં જે અંગેની ફરિયાદ નોંધાઈ હતી વેજલપુર ખાતે રહેતા ફારુક ઉર્ફે કાલી એહમદ કડવા એ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં ખાણ ખનીજ વિભાગના અધિકારી રામાણી અને સિક્યુરિટી ગાર્ડ ખાનગી કારમાં આવી સાદીક નો રેતી ભરેલો ટ્રેક્ટર રોકીને બોલાચાલી કરીને સાદિકને સિક્યુરિટી ગાર્ડ દ્વારા માથાના ભાગે હોકી મારી ઇજાઓ કરી હતી જ્યારે અન્ય બે ઇસમોએ પણ ગડદા પાર્ટુનો માર મારી હોવાની ફરિયાદ નોંધાઈ હતી જ્યારે ખાણ ખનીજ વિભાગની અધિકારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ રેતી ચોરી નદીમાં થતાં રેતી ભરેલ ત્રણ ટ્રેક્ટર રોકતા આંઠ ઇસમોનો ટોળું ઘસી આવીને અધિકારીને ફરજમાં રૂકાવટ કરી અમારા ટ્રેકટર કેમ રોક્યા છે તેમ કહી મારામારીની કરી સિક્યુરિટી ગાર્ડની બંદૂક ખૂંચવવાની કોશિશ કરવામાં આવી હતી અને ખાણ ખનીજ વિભાગના અધિકારીના પૈસાની લૂંટ કરી સાત ઈસમો નાં નામજોગ અને અન્ય ઈસમો નાં ટોળા વિરુદ્ધ ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here