કાલોલ ખાતે G -20 અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

Y-20ના માધ્યમથી જિલ્લાના યુવાનો દેશ હિત અને વિકાસ માટે જરૂરી પોતાના વિચારો રજૂ કરી શકે છે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ વહીવટને પગલે દેશને G- 20નું અધ્યક્ષસ્થાન મળ્યું છે ત્યારે Y-20ના માધ્યમથી ગુજરાત તથા પંચમહાલ જિલ્લામાં વધુમાં વધુ યુવાનો દેશ હિત અને વિકાસ માટે જરૂરી પોતાના વિચારો રજૂ કરી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્યના ગૃહ મંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવી,સ્ટેટ કન્વીનરશ્રી કૌશલભાઈ દવે તેમજ ઝોન કન્વીનર હિમાંશુભાઈ પટેલના માર્ગદર્શન તથા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સહયોગથી કાલોલ સ્થિત નવરચના ગુરુકુળ સ્કૂલ ખાતેશ્રી વિનોદભાઈ બ્રહ્મભટ્ટની અધ્યક્ષપદે કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં નરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા યુવાઓ જોડે સંવાદ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સ્વામી વિવકાનંદ યુવક બોર્ડના જિલ્લા સંયોજકશ્રી પ્રજ્ઞેશ પટેલ, નગર સયોજકો કૌશલભાઈ તેમજ હર્શિલભાઇ ઉપસ્થિત રહ્યા હતા. આ યુવા સંવાદમાં અદાજીત ૧૫૦થી વધુ યુવાનો જોડાયા હતા.

જિલ્લા સંયોજકશ્રીએ માહિતી આપતા જણાવ્યું કે, અલગ અલગ પાંચ વિષયમાં (૧) કાર્યનું ભવિષ્યઃ ઉદ્યોગ ૪.૦, ઈનોવેશન અને ૨૧મી સદીની કુશળતા, (૨) આબોહવા પરિવર્તન અને આપત્તિ જોખમમાં ઘટાડો, સ્થિરતાને જીવનનો માર્ગ બનાવવો, (૩) વહેંચાયેલુ ભવિષ્યઃ લોકશાહી અને શાસનમાં યુવા, (૪) શાંતિ નિર્માણ અને સમાધાનઃ યુધ્ધ ન થવાના યુગની શરૂઆત અને (૫) આરોગ્ય સુખાકારી અને રમત ગમતઃ યુવાનો માટે કાર્યસૂચિ વિષયનો સમાવેશ કરાયો છે. જિલ્લાના યુવાનો મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરાવી દેશના વિકાસમાં પોતાના વિચારોનું યોગદાન આપે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here