કાલોલ ખાતે અઝિમે મિલ્લત ના 35 માં ઉર્ષની ઉજવણી અંતર્ગત ભવ્ય જુલૂસ નીકળ્યું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

વડોદરાનાં વિખ્યાત સૂફી સંત હજરત સૈયદ અઝીમુદ્દિંન નુરુલ્લાહ જીલાની કાદરી (ર.અ) નાં ૩૫માં વાર્ષિક ઉર્ષની પરંપરાગત ઉજવણી લઈ કાલોલ નુરાની ચોકના પ્રાંગણમાંથી વડોદરા શહેર સ્થિત ખાનકાહે એહલે સુન્નત નાં ધર્મગુરુ હઝરત સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી ના સાહબજાદા સૈયદ ઝિયાઉદ્દીન બાબા કાદરી ના અધ્યક્ષતામાં અઝીમી ફ્રેન્ડ સર્કલ દ્વારા રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ ભવ્ય જુલૂસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શણગારેલી બગી સાથે વિવિધ વાહનો સાથે મોટીસંખ્યામાં અનુયાયીઓ જૂલુસ માં જોડાયા હતા જેમાં જૂલૂસ કાલોલ નગરના વિવિધ માર્ગો ઉપર ફરી પરત નુરાની ચોક ખાતે આવી પહોંચ્યો હતો જેમાં જુમ્મા મસ્જિદના ઇમામ મોલાના સિબતૈનરઝા અશરફી દ્વારા સૂફી સંત હઝરત સૈયદ અઝીમુદ્દિન નુરુલ્લાહ જીલાની કાદરી બાબાની શાનમાં અનોખા અંદાજ માં ટુંકુ બયાન કરી સલાતો સલામ સાથે દુવા અલેફ મસ્જીદના ખતીબો ઇમામ મોલાના વશીમરઝા કાદરી દ્વારા માંગવામાં આવી હતી ત્યારબાદ નિયાઝ નું આયોજન અઝીમી ફ્રેન્ડ સર્કલ દ્વારા સુંદર રીતે કરાયું હતું અંતે સમગ્ર કાર્યક્રમનાં સમાપન બાદ હઝરત સૈયદ ઝિયાઉદ્દિન બાબા કાદરી સાહેબ દ્વારા ઉર્ષે હઝરત સૈયદ અઝીમુદ્દિન બાબાના ઉર્ષની મુબારક પાઠવી વડોદરા જવા રવાના થયા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here