કાલોલ આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસની ઉજવણી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાનાં આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસની ઉજવણી “સહિ પોષણ દેશ રોશન” ધ્યેયને ચરીતાર્થ કરવા સપ્ટેમ્બર માસ “પોષણ માસ-૨૦૨૩” અંતર્ગત કાલોલ તાલુકાનાં આઈ.સી.ડી.એસ. શાખામાં પોષણ માસની ઉજવણીઓ કરવામાં આવી રહી છે. જેમાં આઇ.સી.ડી.એસ શાખાના અધિકારીઓ કાલોલ ઘટક-એક ના ઇન્ચાર્જ સીડીપીઓ જ્યોતિ પી. વાઘાણી તથા કાલોલ ઘટક-બે ના ઇન્ચાર્જ સીડીપીઓ સ્વાતિબેન સહિત કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો દ્વારા રેલી કરી કાલોલ ઘટક તમામ અધિકારી, કર્મચારીઓ અને આઈ.સી.ડી.એસ. વિભાગ શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી પોષણ માસ અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવી, “સ્વસ્થ બાળક સ્પર્ધા (SBS)”, “પોષણ ભી પડાઈ ભી (PBPB)” બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસનું મહત્વ, એનીમિયા અંગે લોક જાગૃતિ, મારી માટી મારો દેશ, સામાન્ય સંવેદનાત્મક પ્રવૃતિઓ, સગર્ભા, ધાત્રી, કિશોરી અને બાળકોના પોષણ સ્તરમાં સુધારો, સ્તનપાનની સાચી રીત છ માસ સુધી ફ્ક્ત સ્તનપાન અને સાત માસથી બે વર્ષનું બાળક થાય ત્યારે સ્તનપાન સાથે ઉપરી આહારની સમજ, સગર્ભા, ધાત્રી માતાઓ અને બે વર્ષ સુધીના બાળકોની ગૃહ મુલાકાત કરવામાં આવી રહી છે. આમ, માતા અને બાળકોના સ્વાસ્થયને લગતી દરેક બાબતોને આવરી લેતા શ્રેણીબદ્ધ કાર્યક્રમોના સ્થવારે કાલોલ નગર પાલિકા અને ગ્રામ્ય વિસ્તારોના આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણ અભિયાનની થીમ મુજબ ઉજવણી કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here