કાલોલ નગર સ્થિત ભાગ્યોદય સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસથી પાણીની સમસ્યા સર્જાઇ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નગર પાલિકાના વોર્ડ નંબર ચારમાં સ્થિત ભાગ્યોદય સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસથી પાણીની સમસ્યા સર્જાઇ છે જેને લઇ નોકરિયાત વર્ગ,વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓ પરેશાનીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે જ્યારે આ અંગે કાલોલ નગરપાલિકા પાણીપુરવઠાના લાગતાવળગતા માણસોને અવારનવાર મૌખિક જાણ અને લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ બાબત ધ્યાને લીધેલ નથી.જળ એ જ જીવન છે માટે આ સમસ્યાનું તાત્કાલિક સમાધાન થાય એવી સ્થાનિક રાહીશોની માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here