કાલોલ શહેરના સૂફીસંત હજરત મીરન સૈયદ બાબાનો ઉર્ષ શરીફ ઉજવાયો…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલના નુરાની કબ્રસ્તાન ખાતે ઉર્ષનું દર વર્ષની જેમ આ વર્ષ પણ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું.દર વર્ષની જેમ ઈસ્લામી મહીનો રબીઉલ આખરની ૧૭મી તારીખે કાલોલના નુરાની કબ્રસ્તાન ખાતે આવેલા સુપ્રસિદ્ધ સૂફીસંત હઝરત સૈયદ મીરન સૈયદ બાબાના ઉર્ષની વાર્ષિક ઉજવણી કરવામાં આવે છે.તેમનુ મઝાર મુબારક કાલોલ સ્થિત નુરાની કબ્રસ્તાન મુકામે આવેલું છે.અને બાબાનુ સંદલ શરીફ તેમના ખાદીમ રફીકબેગ મંહમદબેગ મીરઝા ના નિવાસસ્થાને થી નાતશરીફ મનકબત પડતા ઝુલુસ સ્વરૂપે પગપાળા સંદલ તથા ચાદર લઈ નુરાની કબ્રસ્તાન મીરન સૈયદ બાબાના મજાર પર પોહચી સંદલ અને ચાદર પેશ કરી સમગ્ર અકીદતમંદોના માટે દુવા જુમ્મા મસ્જીદના ઇમામ મોલાના સીબતૈનરઝા અશરફી દ્વારા માંગવામાં આવી હતી જેમાં જુમ્મા મસ્જીદના ઇમામ સાથે હાફીઝ ઉશ્માન અશરફી અને હાફીઝ ઇમરાન રઝવી સહિત મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહી સંદલ ની રસમ અદાઇગી કરવામાં આવી હતી ત્યારબાદ કમેટી દ્વારા નીયાઝ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોને નિયાઝ (પ્રસાદ)પીરસવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here