કાલોલમાં ઘરે રહીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરતા નગરજનો…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયત્નથી ૧૭૭ દેશોના સહયોગથી ૨૧ જૂન ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકેની માન્યતા મળી હતી ત્યારથી સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગ દ્વારા માનવ જીવનની ઘણી બધી બીમારીઓને અંકુશમાં રાખી શકાય છે. હાલમાં કોરોના વાયરસની મહામારીના કારણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સાર્વત્રિક અને સાર્વજનિક રીતે થઈ નથી તેથી લોકો પોતાના ઘરે રહીને યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. સરકાર શ્રી ની સુચના મુજબ શિક્ષકોએ તથા સરકારી કર્મચારીઓએ પોતાના ઘરે રહીને યોગની વિવિધ કસરતો કરી તેની સેલ્ફી અને ફોટો અપલોડ કરી સરકારની સૂચનાઓનું પાલન કર્યું છે ગુજરાત રાજ્ય દ્વારા ભારતમાં સર્વ પ્રથમ યોગ બોર્ડની સ્થાપના પણ કરવામાં આવી છે ભારત સરકારનું આયુષ મંત્રાલય દ્વારા પણ યોગને પ્રોત્સાહન આપતા વિવિધ પ્રકારના ઇનામો પણ જાહેર કરાયેલ છે. આયુષ મંત્રાલયના સોશિયલ મીડિયાના પેજ ઉપર યોગનો વિડીયો અપલોડ કરી સ્પર્ધાઓ પણ યોજાય છે હાલની કોરોના મહામારીમાં મનુષ્યની આંતરિક શક્તિઓ વધારવા માટે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે યોગ એક મહત્વનું પરિબળ બની રહે છે. કાલોલમાં રવિવારે નગરપાલિકાના કાઉન્સિલરો, ભાજપના વિવિધ હોદ્દેદારો, સરકારી કર્મચારીઓ તથા શિક્ષકોએ ઘરે રહી યોગ કરી યોગના વિવિધ ફોટાઓ અપલોડ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here